1. Home
  2. Tag "pakistan"

કાશ્મીર જ નહીં, પાકિસ્તાન પણ ભારતનું છે : ઈમામ મોહમ્મદ તાહિદી

કટ્ટર ઈસ્લામ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ઓસ્ટ્રેલિયાના ઈમામ મોહમ્મદ તાહિદીએ કાશ્મીર પર પોતાની સ્થિતિનો પુનરોચ્ચાર કરતા કહ્યુ કે આ ભારતનું છે. તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં. ઈમામે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતું નહીં. કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં હોય. પાકિસ્તાન અને કાશ્મીર બંને ભારતના છે. હિંદુઓના ઈસ્લામમાં પરિવર્તિત થઈ […]

ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે. બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર […]

સાવધાન રહે મોદી સરકાર, નહીંતર આપણે કાશ્મીર ગુમાવી દઈશું: દિગ્વિજય સિંહ

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મામલો ઉઠાવ્યો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જોવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. મોદી સકરારે આગમાં હાથ નાખ્યો છે. કાશ્મીરને બચાવવું આપણી પહેલી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને સાવધાન રહેવાની અપીલ કરું છું. નહીંતર આપણે કાશ્મીરને ગુમાવી […]

ચિદમ્બરમને સવાલ: કાશ્મીર હિંદુ બહુલ હોત તો શું પાકિસ્તાનવાદી આતંકવાદ હોત?

એક તરફ કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરાયા બાદ લોકો શાંતિથી ઈદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ તથા નાણાં પ્રધાન જેવા ઉચ્ચ પદો પર રહી ચુકેલા વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ આર્ટિકલ-370ને ધર્મ સાથે જોડીને નિવેદનબાજી કરી રહ્યા છે. ચિદમ્બરમનું કહેવું છે કે જો કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો […]

આર્ટિકલ 370 : સરદાર જયંતી પર અસ્તિત્વમાં આવશે નવા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ

આર્ટિકલ 370 નિષ્પ્રભાવી બન્યા બાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબરે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નવમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. 31 ઓક્ટોબરે જ લોહપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે. […]

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

આનંદ શુક્લ અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં […]

કાશ્મીર મુદ્દાને અફઘાનિસ્તાન સાથે જોડવાથી ઉકેલાશે નહીં, અફઘાનિસ્તાન અલગ મુદ્દો: તાલિબાન

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ-370ની જોગવાઈઓને ભારત સરકાર દ્વારા હટાવાયા બાદ અફઘાન તાલિબાનોએ પણ પ્રતિક્રિયા આપી છે. અફઘાન તાલિબાનના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને આના પર ઘેરું દુખ વ્યક્ત કર્યું છે અને ભારત તથા પાકિસ્તાન બંનેને હિંસાથી બચવા માટે પગલા ઉઠાવવાની અપીલ પણ કરી છે. અફઘાન તાલિબાનોએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અહેવાલ છે કે […]

પાકિસ્તાને પોતાના સિનેમાં ઘરોમાં ભારતીય ફિલ્મો પર રોક લગાવી

હાલ ભારત સરકારના 370 કલમ કાશમીરમાંથી હટાવવાના મામલે પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે, લાગે છે કે ભારત સરકારના સમાન અધિકાર વાળા આ નિર્ણયને લઈને પાકિસ્તાન હવે ખરેખર બોખલાય જ ગયુ છે, તે ભારત ને જાણે એમ બતાવવા માંગે છે કે તમારા સાથેના સંબંધો તોડતા તમને નુકશાન થશે પણ ભારત સરકારને પાકિસ્તાનના આવા સામાન્ય દાવપેચથી […]

7 રાજ્યોમાં પુલવામા એટેક જેવા હુમલાની શક્યતાને લઈને હાઈ એલર્ટ

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સાત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પુલવામા જેવા હુમલો કરે તેવી શક્યતા છે. ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ખતરો કાશ્મીર ખીણ સિવાય સાત રાજ્યો પર ઝળુંબી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા તાજેતરના […]

કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા બાદ ખિજાયેલા પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાન ખિજાયેલું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્રપ્રેસને રોકી દીધી છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આના પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો હતો. ભારત અનુચ્છેદ-370ને હટાવવાનો મામલો આંતરીક હોવાનું જણાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાના ભારતના પગલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશો શરૂ કરી છે. યુએનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code