ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. જેના પરિણામે ગુજરાતની છ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી […]