કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ
કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]