ગ્લોબલ વોર્મિંગથી પ્રલયને આમંત્રણ: હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે બમણી ઝડપે
વધતા તાપમાનને કારણે હિમાલયના સાડા છસ્સો ગ્લેશિયરના અસ્તિત્વ સામે મોટું સંકટ ઝળુંબી રહ્યું છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લેશિયરોની પીગળવાની ઝડપ બેગણી થઈ ચુકી છે. સાઈન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, 1975થી 2000 વચ્ચે આ ગ્લેશિયર પ્રતિ વર્ષ દશ ઈંચ ઘટી રહ્યા હતા. પરંતુ 2000થી 2016 વચ્ચે તે પ્રતિ વર્ષ 20 ઈંચ […]