1. Home
  2. Tag "Gujarati news"

રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ, 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવતા 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી […]

ટ્રાન્સપોર્ટ સેકટરને નડ્યો કોરોના, અનેક કોમર્શિયલ વાહનો થશે સરન્ડર

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. તેમજ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને પણ અસર પડી છે. અનલોકમાં હજુ પણ પહેલાની જેમ વેપાર-ધંધા શરૂ થયાં નથી. જેની અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ પડી રહ્યો છે. જેથી ટ્રાન્સપોર્ટર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં મુશ્કેલીઓમાં ઘટાડો થવાની શકયતાઓ ટ્રાન્સપોર્ટરોને ઓછી જોવા મળી […]

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ શાહીબાગ અને મીઠાખળી સહિતના અંડરપાસમાં પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યાં હતા. જ્યારે શહેરના ઓઢવ, ગોમતીપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા લોકોએ રાત્રે ઉજાગરો કર્યો હતો. તેમજ પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું. અમદાવાદમાં […]

BSFની બાજ નજર, કચ્છમાં પાકિસ્તાનીઓની હરકતનો થયો પર્દાફાશ

અમદાવાદઃ કચ્છની સરહદ નજીકથી છેલ્લા કેટલાક સમયથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવે છે. આ પ્રકરણમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કચ્છના હરામીનાળા નજીકથી ભારતીય સુરક્ષા જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો હતો. હરામીનાળા વિસ્તારમાં કિચડ વધારે હોવાથી અહીં સુરક્ષા જવાનો પણ ભારે હાલાકી વચ્ચે પેટ્રોલીંગ કરે છે. જેનો ગેરફાયદો […]

વડોદરાવાસીઓનો ફરીથી જીવ અધ્ધર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવકને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થવાના […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 44 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તેમજ હવામાન વિભાગે દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 79 ટકા જેટવો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 309.27 મીમી વરસાદ પડ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 660.17 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ […]

સત્તા માટે હિન્દુત્વના શરણમાં સપા અને બસપા, અખિલેશ અને માયાવતીએ કરી મંદિર બનાવવાની જાહેરાત

દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના આધારે રાજનીતિ કરાઈ રહી છે. તાજેતરમાં જ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો ફાયદો દેશમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં […]

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે બોર્ડની ધો-10 અને 12ની પૂરક પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બોર્ડની ધો-10 તથા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તા. 25મી ઓગસ્ટથી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. ગુજરાતમાં કોરોના મહામારી પગલે માર્ચ 2020માં લેવાયેલી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા થોડા મોડા જાહેર થયાં હતા. બોર્ડની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક […]

સુરતમાં કોરોનાની અસર, એસટી બસ હજુ લાંબો સમય સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે એસટી સેવા બંધ રાખવામાં આવી છે. એસટી બસ સેવાનું સંચાલન તા. 20મી ઓગસ્ટ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરની એસટી બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code