1. Home
  2. Tag "Gujarati news"

ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 110 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીના ટંકારામાં 270, ઉમરપાડામાં 256, મોરબીમાં 249, બહુચરાજીમાં 224 અને પાટણના સરસ્વતીમાં 209 મીમી […]

બનાસકાંઠામાં નકલી સેનિટાઈઝર બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર સહિતની આરોગ્યલક્ષી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ વધતા તેની ડિમાન્ડ પણ વધી છે. જેથી કેટલાક ભેળસેળીયા તત્વો કમાવી લેવાની લ્હાયમાં નકલી સેનેટાઈઝર બનાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના […]

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થતા વતન જતા રહેલા પરપ્રાંતિયો ફરીથી રોજગારીની શોધમાં સુરત આવી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના પ્રવેશ માર્ગો ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ સુરતમાં પ્રવેશ કરતા […]

ગુજરાતમાં રોજગારીની શોધમાં આવતા પરપ્રાંતિય શ્રમિકોએ કરાવવી પડશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયાલા પરપ્રાંતિય શ્રમિકો પોતોના વતન તરફ પ્રયાણ કર્યું હતું. જો કે, અનલોકમાં હવે ફરીથી વેપાર-ધંધા શરૂ થયાં છે. જેથી રોજગારીની શોધમાં વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો પરત ગુજરાત ફરી રહ્યાં છે. જો કે, હવે આ શ્રમિકોએ ફરજીયાત નાયબ શ્રમ આયુકતની કચેરીમાં નોંધણી કરાવી પડશે. એટલું જ […]

અમદાવાદમાં વરસાદ, અનેક સ્થળોએ ભરાયાં પાણી

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સવારે નોકરી જનારો વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. મોડી રાતે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ઘાટલોડિયા, […]

ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં રિવકરી રેટ 78.98 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ રોજના સરેરાજ 50 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો […]

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]

અમદાવાદમાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ વેગવંતી, કેન્દ્રીય ટીમે રિવરફ્રન્ટનું કર્યુ નિરીક્ષણ

અમદાવાદઃ પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર સતત પ્રત્નશીલ છે. દરમિયાન ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટના અમલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન દિલ્હીથી એવિએશન વિભાગની ટીમે અમદાવાદ ખાતે ધામા […]

રાજ્યના જળાશયોમાં નવા નીરની સતત આવક, 64 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પણ નવા જળની આવક થઈ રહી છે. રાજ્યના 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 98 ડેમ 90 ટકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code