1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાશે ચૂંટણી

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના એક સપ્તાહ બાદ ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ નિધન થયું છે. જેથી ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થતા આગામી દિવસોમાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું એક સપ્તાહ પહેલા જ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જેથી […]

ગુજરાતમાં કોરોનાને હરાવીને 1.92 લાખ દર્દીઓ થયાં સાજા, રિકવરી રેટ 91.06 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં કોરોના વાયરસના વધારે 1477 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1547 જેટલા દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 […]

ગુજરાતમાં પણ લવજેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લેવજાહેદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી છે. ભાજપના જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવજેહાદના બનાવો અટકાવવા માટે કાયદો બનાવાની માંગણી કરી છે. ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના […]

ગુજરાતની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે. આ ઉપરાંત જો ઘરે જઈને રૂ. 1100માં ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા સરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે સ્કૂલો ખુલવાની શકયતાઓ નહીંવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજોમાં બંધ છે. તા. 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજ કોરોના ગાઈડલાઈન અનુસાર ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉચકતા આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ચિંતિત વાલીઓ પણ જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી સંતાનોને સ્કૂલ મોકલા માંગતા […]

રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની વાલીઓને ધમકી, ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે AMCનું આક્રમક વલણ, બે દિવસમાં રૂ. 3 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક […]

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી

અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરનો નિર્ણય હવે સવારે 8થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ માત્ર લાઇટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઇટ પેસેન્જર વ્હીકલ જ પ્રવેશ કરી શકશે અમદાવાદ: અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર […]

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એસ.ટી.બસ સેવા બંધ રહેશે

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન T બસ સેવા બંધ રહેશે ચારેય શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી જ બસ સેવા ચાલુ રહેશે જો કે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણ પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં […]

કોરોના પોઝિટિવટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી, રેડ ઝોનની બહાર

કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની અન્ય રાજય કરતાં સ્થિતિ સારી ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા પોઝિટિવિટી રેટ 2.2 ટકા રહ્યો છે હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યોમાં 10 થી 15% વચ્ચે પોઝિટિવિટી રેટ નવી દિલ્હી: કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ સારી છે. કોરોના પોઝિટિવિટી રેટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code