1. Home
  2. Tag "Earthquake"

આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 2.7 તીવ્રતા નોંધાઈ

આસામમાં વહેલી સવારે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 2.7 તિવ્રતા નોંધાઈ દિલ્હી – વિતેલા વર્ષ દરમિયાન દેશના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવવાની અનેક વખત ઘટના બનવા પામી છે, ત્યાર બાદ ચાલુ વર્ષ દરમિયાન પણ દિલ્હી અને પહાડી વિસ્તારો સહીતમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા, ત્યારે  આજ રોજ સવારમાં આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. […]

સુરતમાં 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના સુરતમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 29 કિમી દૂર નોંધાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વહેલી સવારે લોકો ગાઢ […]

ગીર સોમનાથમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપના બે આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર આજે ભૂકંપના બે આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આજે આવેલા ભૂકંપના બે આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથમાં ગણતરીના કલાકોમાં જ એક પછી એક એમ બે આંચકા આવતા લોકોમાં […]

ગીર સોમનાથની ધરા ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા આવે છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથના ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારમાં ધરા ધ્રુજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથમાં રાતના 12 કલાક પછી ભૂકંપના બે આંચકા આવ્યાં […]

ભૂકંપથી ધ્રુુજી ભારતની ધરા, પાંચ મહિનામાં 413 વખત આવ્યા આંચકા

દિલ્હીઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન પાંચ મહિનાના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂકંપના 413 જેટલા આંચકા આવ્યાં છે. જે પૈકી 11 ભૂકંપના આંચકાની તિવ્રતા 5 રિકટર સ્કેલથી વધારે નોંધાઈ હતી. જ્યારે મોટાભાગના ભૂકંપના આંચકા હળવા હોવાનું જાણવા મળે છે. નેશનલ સીસ્મોલોજીકલ નેટવર્કના જણાવ્યા અનુસાર 1લી માર્ચથી 8મી […]

કચ્છ અને જામનગર બાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવ્યો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું હોવાનું જાણવા મળે છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોડી રાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ […]

જામનગરમાં ધરા ધ્રુજીઃ 24 કલાકમાં 5 આંચકા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. જો કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે જામનગર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ પાંચ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મધ્યરાત્રિ બાદ […]

ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 […]

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ નજીકની ધરા ધ્રૂજી સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ ફરી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતાનો આચકો 3.1 નોંધાયો હતો. તેમજ અંજારના દૂધઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું હતું. કચ્છના અંજાર અને તેના આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ 5.25 કલાકે ભૂકંપનો આંચકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code