ચારા કાંડ: લાલુપ્રસાદ યાદવને મળ્યા જામીન, પાસપોર્ટ જમા કરવાનો આદેશ
આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટે જામીન આપ્યા છે. દેવધર ટ્રેઝરી મામલામાં સજાની અડધી અવધિ ગુજારવાને આધાર બનાવીને લાલુપ્રસાદ યાદવ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આ સુનાવણી કરતા રાંચી હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને 50-50 હજાર રૂપિયાના મુચરકા પર જામીન આપી છે. રાંચી હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને અદાલતમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.