1. Home
  2. Tag "amit shah"

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક, જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે થોડાક સમય બાદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે બાર વાગ્યે સંબોધન કરશે. જો કે બેઠકમાં ક્યાં મુદ્દા […]

લોકસભામાં ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત મામલે હંગામો, ટક્કર મારનાર ટ્રક સપાના નેતાનો હોવાનો દાવો

લોકસભામાં ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતના મામલે વિપક્ષી દળોએ ભારે સૂત્રોચ્ચાર કરીને હંગામો કર્યો છે. આ મામલે ગૃહ પ્રધાન અમિત શાહના જવાબની માગણી પણ કરવામાં આવી છે. ડીએમકેના સાંસદ કનિમોઝીએ ઉન્નાવનો મામલો ઉઠાવતા કહ્યું છે કે જ્યારે આ ગૃહમાં એક મહિલા સદસ્યનું અપમાન થયું, તો આખા ગૃહે એક સૂરમાં તેની આલોચના કરી હતી. આટલું કહ્યા બાદ […]

10 દિવસ બજેટ સત્ર લંબાવાય તેવી શક્યતા, અમિત શાહે સાંસદોને તૈયાર રહેવા કરી તાકીદ

આજે ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અન્ય સાંસદોની સાથે સામેલ થયા હતા. આ બેઠક સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંસદીય સત્ર લંબાવવાના સંકેત આપ્યા છે. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણાં […]

તેલંગાણામાં અમિત શાહની યાત્રા પહેલા જ એરપોર્ટ પર બોમ્બની અફવા

ભારતીય જનતા પાર્ટી આજે ફરી એક વાર  સદસ્ય અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણામાં આ કર્યક્રમની શરૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા જ્યારે અમિત શાહ રાજીવ ગાંધી આંતરાષ્ટ્રીય હવાઈ મથક પર હતા ત્યારે ઈન્ડિગો ફાલાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતા અફડાતફડી મચી જવા પામી હતી જો કે બોમ્બ વિશેની માહિતી માત્ર […]

જે. પી. નડ્ડાએ બોલાવી ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓની બેઠક

ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા પાર્ટીના અધ્યક્ષ બને તેવા સંકેત મંગળવારે સંસદીય દળની બેઠકમાં મળી ચુક્યા છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડાએ ભાજપના તમામ મોરચાના પદાધિકારોની એક બેઠક બોલાવી છે. રવિવારે એટલે કે સાતમી જુલાઈએ થનારી આ બેઠકમાં પરિચય, સદસ્યતા અભિયાન, ચૂંટણીની તૈયારી અને સંગઠન વિસ્તાર પર ચર્ચા કરવામાં આવશે. આના […]

રાજનાથે યાદ અપાવ્યું રાજીવ ગાંધીનુ નામ, અમિત શાહે કહ્યુ- અમે પુરું કર્યું તેમનું સપનું

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનને છ માસ લંબાવવા માટે શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. તે વખતે જ્યારે અમિત શાહે પંચાયત ચૂંટણી પર બોલી રહ્યા હતા, ત્યારે બાજૂમાં બેઠેલા રાજનાથસિંહે યાદ અપાવ્યું કે આ રાજીવ ગાંધીનું જ સપનું હતું. તેના તુરંત બાદ જ અમિત શાહે પોતાના ભાષણમાં […]

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાની લોકસભાએ આપી મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત લંબાવવા સંબંધિત ગૃહ પ્રધાન અમિત શાહના પ્રસ્તાવને લોકસભાએ મંજૂરી આપી છે. જમ્મુ-કાશ્મીરમાં છ માસ માટે રાષ્ટ્રપતિ શાસન લંબાવવામાં આવ્યું છે. તેની સાથે જ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ પણ લોકસભામાં પારીત થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન છ માસ માટે લંબાવવા સાથે જોડાયેલા પ્રસ્તાવને લોકસભામાં રજૂ કરતા […]

કાશ્મીર સમસ્યા માટે અમિત શાહે નહેરુને ગણાવ્યા જવાબદાર, ભડક્યા કોંગ્રેસી

લોકસભામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અમિત શાહે આનો જવાબ આપવો પડયો હતો. અમિત શાહે જ્યારે જવાબ આપવાનું શરૂ કર્યું, તો તેમણે કોંગ્રેસને કાશ્મીર મામલે ખૂબ ખરીખોટી સંભળાવી. તેમણે ભારત-પાકિસ્તાન વિભાજન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચાલ્યા જવાને લઈને કોંગ્રેસને નિશાને લીધી […]

મિશન કશ્મીર પર અમિત શાહ, શહીદ પીઆઈ અરશદ ખાનના પરિવારને મળવા પહોંચ્યા

શ્રીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ શહીદ પોલીસ ઈન્સ્પેક્ટર અરશદ ખાનના પરિવારને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અરશદ ખાન 12મી જૂને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તેઓ અનંતનાગ સદરના એસએચઓ હતા. મહત્વપૂર્ણ છે કે 12 જૂનની સાંજે બાઈક સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. […]

ગૃહ પ્રધાન બન્યા બાદ પહેલીવાર બુધવારથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 જૂને બુધવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જવાના છે. સૂત્રોએ આની જાણકારી આપી છે. આના પહેલાના કાર્યક્રમ પ્રમાણે, અમિત શાહ 30મી જૂને એક દિવસ માટે કાશ્મીર ખીણની મુલાકાતે જવાના હતા. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય બજેટના સંદર્ભમાં ગૃહ પ્રધાનની વ્યસ્તતાને કારણે આ પ્રવાસ વહેલો કરવામાં ગોઠવવામાં આવ્ય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code