‘Scam 1992’ પછી પ્રતીક ગાંધીની બોલિવૂડમાં એન્ટ્રી, તાપસી પન્નુ સાથે આ ફિલ્મમાં જોવા મળશે

  • અભિનેતા પ્રતીક ગાંધીની બોલિવૂડમાં એન્ટ્રી
  • તાપસી પન્નુ અને પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં
  • આ ફિલ્મ વર્ષના અંતમાં થશે રિલીઝ

મુંબઈ: કોરોનાએ બોલિવૂડ ફિલ્મોની ગતિ રોકી લીધી હતી.પરંતુ હવે ફરી એકવાર ફિલ્મોનો સીલસીલો શરૂ થઇ ગયો છે. જ્યાં દિવસેને દિવસે નવી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી રહી છે.એવામાં હવે રોય કપૂર ફિલ્મ્સે તેની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. આ નવી ફિલ્મનું નામ છે ‘વો લડકી હે કહા ?. આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રતીક ગાંધી હર્ષદ મહેતા પર બનેલી સિરીઝ ‘Scam 1992’ માં જોવા મળ્યા હતા.

અભિનેતા પ્રતીક ગાંધી આ ફિલ્મમાં એક બગડેલા છોકરાની ભૂમિકામાં જોવા મળશે. જે તાપસી સાથે મનોરંજક મુસાફરી પર જાય છે. જ્યાં તે બંનેને ખબર પડે છે કે, જીવન પ્રત્યેનો તેમનો વલણ એક બીજાથી ખૂબ અલગ છે. આ ફિલ્મનું નિર્દેશન અને દિગ્દર્શન અરશદ સૈયદ કરશે, જે દિગ્દર્શક તરીકેની ફિલ્મથી પ્રવેશ કરશે.

આ ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે કે,”જ્યારે અરશદે અમને પોતાની મોહક અને આનંદકારક પટકથા સંભળાવી ત્યારે જ અમને ખ્યાલ આવી ગયો કે, આપણે આ ફિલ્મનું નિર્માણ કરવાનું છે. અમે ખાસ કરીને તાપસી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ,જે સ્ક્રીન પર ખૂબ ઉર્જા અને ગૌરવ લાવે છે,અને પ્રતીક જેમણે Scam માં તેના અતુલ્ય પ્રદર્શનથી અમને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

આરકેએફ અને પ્રતીક ગાંધી સાથે કામ કરવા માટે ઉત્સાહિત તાપસી પન્નુ કહે છે કે,મારા માટે અરશદ દ્વારા લખેલું સુંદર અને અનોખું પાત્ર મને ખૂબ ગમ્યું. નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરની સાથો સાથે પ્રતીક સાથે કામ કરવા માટે પણ હું ખૂબ ઉત્સાહિત છું. કારણ કે મને Scam માં તેમનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.

પ્રતીક ગાંધીનું કહેવું છે કે,હું આ ફિલ્મનો ભાગ બનવા અને તાપસી, અરશદ અને સિડની ટીમ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું ફિલ્મ Scam પછી કંઇક અલગ કરવા માંગુ છું. અને આ પાત્ર મારી બધી અપેક્ષાઓને પૂર્ણ કરે છે. મને ખાતરી છે કે, આ એક મજેદાર યાત્રા હશે. અને હું આ ફિલ્મનું શુટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.

-દેવાંશી

RELATED ARTICLES

Most Popular