મુંબઈ હાઈકોર્ટે 27 જુનના રોજ મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણ જગતમાં અનામત માટે રાજ્ય સરકારના નિર્ણય પર ચુકાદો આપ્યો હતો જેના સામે હવે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી પડકાર ફેક્યો છે.
સરકારી નોકરીમાં મરાઠા લોકોને 10 ટકા અનામતના મુદ્દામાં હવે સુપ્રિમ કોર્ટ શુક્રવારના રોજ લિર્ણય લેશે. જ્યારે પહેલા મુંબઈ હાઈકોર્ટે 27 જુનના મરાઠા સમુદાયના લોકો માટે નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અનામતના મુદ્દાપર ચુકાદો આપ્યો હતો ત્યારે હવે ફરી તેના વિરોધમાં સુપ્રિમ કોર્ટ કાર્યવાહી કરશે.
સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગપુર હાઈકોર્ટના નિર્ણયને પડકાર ફેંક્યો છે, મરાઠાઓને એસઈબીસીમાં પ્રવેશ આપવા અને અનામત આપવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને નાગપુર હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો. જેમાં ડો.સમીર દેશમુખ અને અન્યનના સામે એક મોટો પડકાર ફેક્યો હતો જેમાં ટેકનીકલ ખામીના કારણે નાગપુર હાઈકોર્ટે અરજીને રદ કરી હતી.
આગળની સુનાવણીમાં 10મી જુને સુપ્રિમ કોર્ટે મેડીકલ ક્ષેત્રે એડમિશનમાં અનામતના મુદ્દે કોઈજ પણ પ્રકારના બદલાવ ન કરવાની વાત રજુ કરી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ મુંદ્દે કોઈજ બદલાનવી જરુર નથી. આ વાતને લઈને માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં પીજી મેડીકલ બેઠકો પર આર્થિકરીતે પછાત લોકો માટે 10 ટકા નામત લાગુ કરવામાં નહી આવે ફણ હવે આ વાતનો નિર્આણયતો આવનાર શુક્રવારની કાર્યવાહીમાં સ્પષ્ટ થશે.