Sushant Suicide Or Murder ફિલ્મનું બીજું પોસ્ટર થયું રીલીઝ

  • પોસ્ટરને વીએસજી બિંજે તેના ટવિટર અકાઉન્ટ પર કર્યું શેર
  • દિલ્હીનો મોડલ ભજવશે ‘નેપોકિંગ’નું પાત્ર

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતનાં નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો વધુ ચર્ચાઓમાં ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં તેના મૃત્યુની ઘટનાઓ સાથે સંબંધિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, જેનું નામ Suicide Or Murder છે. આ ફિલ્મનું નિર્માણ વી.એસ.જી બિંજના બેનર હેઠળ થઈ રહ્યું છે. જેનું નિર્માણ વિજય શેખર ગુપ્તા દ્વારા કરવામાં રહ્યું છે અને આ ફિલ્મને ડાયરેકટ શામિક મૌલિક કરી છે.

થોડા દિવસ પહેલા આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું હતું. જેને વિજય શેખર ગુપ્તાએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું હતું. હવે આ ફિલ્મના વધુ બે પોસ્ટરો રિલીઝ કરવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં દિલ્હીનો એક મોડેલ રાણા જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરને વીએસજી બિંજે તેના ટવિટર અકાઉન્ટ પર અને વિજય શેખર ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

એક પોસ્ટરમાં રાણાનો બ્લેક એન્ડ વાઈટ ફોટો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો ફોટો કલરિંગ છે. પોસ્ટર શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે એક મોટો શોટ નિર્માતા છે, પરંતુ તે ફક્ત સ્ટાર કિડ્સ જ લોંચ કરે છે. રાણા Suicide Or Murder ફિલ્મમાં ‘નેપોકિંગ’ની ભૂમિકા નિભાવશે.

_Devanshi

RELATED ARTICLES

Most Popular