Site icon hindi.revoi.in

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

Social Share

જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાન પોતાના ઘરઆંગણાના મોરચાઓ પર ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતને લઈને પ્રતિબંધ લગાવી રહ્યું છે, પરંતુ તેમા નુકસાન તેનું જ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાનમાં મચેલી હલચલની વચ્ચે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટો અંદેશો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે નવેમ્બર સુધી પાકિસ્તાનમાં તખ્તાપલટ થવાની શક્યતા છે અને ફરી એકવાર પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થપાવાની શક્યતા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું છે કે વિદેશમાં બેઠેલા મારા મિત્રો જણાવી રહ્યા છે કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈના સંબંધ ઈમરાન ખાન સાથે સંપૂર્ણપણે કપાયેલા છે. નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં સૈન્ય તખ્તાપલટ કરે તેવી શક્યતા છે. આનાથી ભારતે કોઈ મતલબ નથી, કારણ કે આપણા લક્ષ્ય સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને તાજેતરમાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને આગામી ત્રણ વર્ષ માટે વધારી દીધો હતો. ત્યારથી પાકિસ્તાનમાં સાની શક્તિને લઈને સવાલ ઉભા થવા લાગ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને નબળી બનાવવાનો જ્યારથી ભારત સરકારે નિર્ણય કર્યો છે, ત્યારથી પાકિસ્તાનનું ધ્યાન ભટકી ગયું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને ત્યાંના પ્રધાન, વિપક્ષી નેતા દરેક ભારતની ટીકા કરી રહ્યા છે અને મોદીને કોસી રહ્યા છે. ઈમરાન ખાન તો દર બીજા દિવસે યુદ્ધની ધમકી આપતા ફરી રહ્યા છે.

બીજી તરફ ઈમરાન ખાનને ખુદ પોતાના દેશના વિપક્ષોના ટોણા ખાવા પડી રહ્યા છે. મંગળવારે જ બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ હતુ કે પહેલા પાકિસ્તાનની નીતિ શ્રીનગર પર કબજો કરવાની હતી. પરંતુ આ સરકારના કારણે હવે પાકિસ્તાને વિચારવું પડી રહ્યું છે કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવે.

આના પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે પણ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની નીતિઓને ત્યાંની સંસદમાં વખોડી હતી અને તેમની સમજ પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.

Exit mobile version