ઉનાળામાં સ્વસ્થ રહેવા કરો ડુંગળીનું સેવન – ડુંગળી ‘લૂ’ થી પણ કરે છે રક્ષણ
- ડુંગળીની ઉનાળાની ગરમીથી બચાવે છે
- ડુંગળીના સેવનથી લૂ નથી લાગતી
ઉનાળાની ઋતુમાં ગરમી લાવી, લૂ લાગવી જાણે સામાન્ય વાત છે પરંતુ આ બાબત શરીરને બીમાર પાડવામાં જરા પણ રાહ નથી જોતી, હાલ ઉનાળાની કાળઝાર ગરમી પડી રહી છે ક્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક ચીજ વસ્તુઓનું સેવન કરતા હોઈઆએ છીએ તેમાં ડુંગળી પણ એક એવી વસ્તુ છે જે આપણાને ગરમીથી રાહત આપે છે.
ઉનાળામાં ડુંગળી ખાવાના અનેક ફાયદા
- ડુંગળી ડિહાઇડ્રેશનથી બચાવે છે અને શરીરને ઠંડુ રાખે છે.
- ડુંગળી એક એવી વસ્તુ છે જેમાં આ બંને ગુણધર્મો ભરપુર સમાયેલા છે જેથી ડુંગળીનો ઉપયોગ કરીને શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે.
- ઉનાળામાં ડુંગળી સલાડ તરીકે ખાવાથી લૂ લાગતી નથી
- કાચી ડુંગળી ખાવાથી શરીરને વિટામિન સી પુરતા પ્રમાણમાં મળી રહે છે, જે શરીરનું તાપમાન જાળવી રાખે છે
- ડુંગળીના સેવન કરવાથી શરીરમાં ઠંડક રહે છે. તેમાં પણ જો તમે તેમાં ડુંગળી અને લીંબુ મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો બમણો ફાયદો થાય છે
- ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં પ્રીબાયોટિક અને ફાઈબર હોય છે, જે શરીરની પાચક શક્તિને સ્વસ્થ રાખે છે,
- ડુંગળી ખાવાથી શરીરનું કોલેસ્ટરોલનું સ્તર જળવાય રહે છે
- ઉનાળામાં ડાયાબિટીઝના દર્દીઓ માટે ડુંગળી ખાવી ફાયદાકારક છે. કારણ કે
- ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે.
- ડુંગળીનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી આવી સ્થિતિમાં ડુંગળી ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારકગણવામાં આવે છે.
સાહિન-