Site icon hindi.revoi.in

સુરતમાં કોરોનાની અસર, એસટી બસ હજુ લાંબો સમય સુધી રહેશે બંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે એસટી સેવા બંધ રાખવામાં આવી છે. એસટી બસ સેવાનું સંચાલન તા. 20મી ઓગસ્ટ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરની એસટી બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને એસટી તંત્ર દ્વારા સુરતથી આવતી અને સુરતથી ઉપડતી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન ફરી એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન અને ટ્રક રાબેતા મુજબ ચાલું રહેશે. જો સુરત શહેરમાં બસ સેવા ચાલુ કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા છે. જેથી કરીને એસટી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે પણ અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે.

Exit mobile version