Site icon hindi.revoi.in

સુરતમાં પરિવહન સેવા શરૂ, એસ.ટી. બસ સેવાનો ફરીથી થયો પ્રારંભ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેને કાબુમાં તેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ સેવા રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આજથી સુરત ડેપો માટે બસ સેવા શરૂ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પગલા લેવામાં આવ્યાં હતા. તેમજ ગત 27મી જુલાઈએ સુરતમાં કોરોના વકરતા પહેલાં 10 દિવસ, ત્યાર બાદ અનુક્રમે 7 અને 7 દિવસ દિવસ માટે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે ફરીથી સુરતથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સુરતથી એક્સપ્રેસ બસો રાજ્યમાં વિવિધ ઠેકાણે દોડશે. એસ.ટી. બસોને રાત્રિ મુસાફરીની પણ પરવાનગી હોવાના કારણે રાબેતા મુજબ પરિવહન થશે. જોકે, પહેલાંની જેમ જ સુરત સુધી આવતી બસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે જ બૂકિંગ થશે. મુસાફરોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને તેમનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.

Exit mobile version