એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શૂટિંગ ફરી શરૂ
- હૈદરાબાદમાં ફિલ્મ કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સના મુખ્ય સભ્યો સાથે કામ ફરી શરૂ
- ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, અજય, આલિયા જોવા મળશે
- ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં થશે રીલીઝ
બેંગ્લોર: એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું શૂટિંગ કોરોના વાયરસને કારણે બંધ કરાયું હતું. હવે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી હૈદરાબાદમાં ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સના મુખ્ય સભ્યો સાથે કામ ફરી શરૂ થયું છે
ડિરેક્ટર રાજામૌલીએ કહ્યું કે, “તે ખૂબ જ લાંબો બ્રેક હતો અને આ સમય ફક્ત ફિલ્મ માટે વસ્તુઓને વધુ સારી બનાવવામાં મદદગાર હતો. આખી ટીમ વાપસી માટે તૈયાર છે અને વસ્તુઓ બદલાતા પહેલા અમે જે કામ શરૂ કર્યું હતું. તે ફરી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. હું દર્શકોને ફિલ્મ બતાવવાની રાહ જોઈ રહ્યો છું. આ કઠીન સમયમાં તેમનું સમર્થન અવિશ્વસનીય રહ્યું છે અને આખી ટીમ તેના પુષ્કળ સમર્થન બદલ આભારી છે. ”
એનટીઆર દ્વારા અભિનીત ભીમના પાત્રનો પહેલો લૂક 22 ઓક્ટોબરના રોજ રીલીઝ થવાની તૈયારીમાં છે. આ અગાઉ રામ ચરણના પાત્ર રામ રાજુના ફર્સ્ટ લુકનો પ્રતિસાદ અભૂતપૂર્વ હતો.
એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત, આરઆરઆર એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે એ ડીવીવી દાન્ચ્યા દ્વારા ડીવીવી એંટરટેનમેન્ટ બેનર હેઠળ નિર્મિત છે. આ ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ અને અન્ય ઘણા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
તે એક કાલ્પનિક વાર્તા છે જે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની આસપાસ ફરતી નજરે પડશે, જેમણે ક્રમશઃ બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામે લડ્યા હતા. આ ફિલ્મ બીજી ઘણી અન્ય ભારતીય ભાષાઓની સાથે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે.
_Devanshi