અમદાવાદ: હાલમાં જ શ્રીલંકામાં થયેલી સામાન્ય ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, શ્રીલંકામાં મહિંદા રાજપક્ષેની 225માંથી 145 બેઠકો પર જીત થઈ છે. વાત એવી છે કે મહિંદા રાજપક્ષેના ભાઈ ગોતબયા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે અને હવે તેમની પણ જીત થતા શ્રીલંકામાં રાજપક્ષે બંધુઓનો બોલબાલો છે. વડાપ્રધાન મોદી દ્વારા મહિંદા રાજપક્ષને જીત બાદ શુભેચ્છા પણ પાઠવવામાં આવી અને આગામી સમયમાં ભારત-શ્રીલંકાના સંંબંધ સુધરે તે માટે વાત કરી.
Thank you, Prime Minister @PresRajapaksa! It was a pleasure to speak to you. Once again, many congratulations. We will work together to further advance all areas of bilateral cooperation and to take our special ties to ever newer heights. https://t.co/123ahoxlMo
— Narendra Modi (@narendramodi) August 6, 2020
જાણવાલાયક વાત એ છે કે મહિંદા રાજપક્ષેની પાર્ટી શરૂઆતથી જ ચીનની નજીકની ગણાય છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે ચીન દ્વારા મોટા પાયે રોકાણ. આ રોકાણને એસએલપીપીએ તેના દેશમાં વિકાસનું નામ આપીને રજૂ કર્યું છે અને મતદારોને ખાતરી આપી કે બાહ્ય રોકાણ શ્રીલંકાનો ચહેરો બદલી શકે છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે થોડા સમય પહેલા ભારત સાથે બંદર કરારની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે મહિંદા વચગાળાના વડાપ્રધાન હતા અને તેમણે ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ઇસ્ટર ખાતેના ચર્ચમાં થયેલા હુમલા અંગે ભારત વિરોધી નિવેદનો પણ આપ્યા હતા.
જો કે ચીને બંદરો દ્વારા શ્રીલંકામાં રોકાણ વધાર્યું છે. ચીનના આ રોકાણના લોભ હેઠળ, રાજપક્ષે ભાઈઓ સરકાર ભારત-ઓસ્ટ્રેલિયા-જાપાન-અમેરિકા સંબંધિત ઘણા પ્રોજેક્ટથી નજર ફેરવી દીધી અને શ્રીલંકાએ ચીનને હિંદ મહાસાગરમાં આવવાનો રસ્તો આપ્યો. ચીનના આ પ્રકારના રોકાણથી શ્રીલંકા સતત દેવા હેઠળ જઈ રહ્યું છે.
આવામાં ભારતના વડાપ્રધાને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે તો હવે જોવાનું રહેશે કે ચીનના દેવા નીચે દબાયેલું શ્રીલંકા આગામી સમયમાં ભારત સાથે કેવી રીતે સંબંધ સુધારી શકે છે અને ચીનના દેવા નીચેથી બહાર આવી શકે છે.
(VINAYAK)