રામાયણમાં રામના પાત્રમાં જોવા મળશે સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ, સીતાના પાત્ર માટે આ બે હિરોઈનનું નામ ચર્ચામાં

  • રામાયણમાં રામ બનશે સાઉથના મહેશબાબુ
  • રાવણના પાત્રમાં જોવા મળશે ઋતિક રોશન
  • સીતાના પાત્ર માટે કરીના અથવા દીપિકા ?

મુંબઈ: દિગ્દર્શક નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણની ચર્ચા હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે. આ ફિલ્મને નિર્માતા મધુ મન્ટેના મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ પર લાંબા સમયથી ચર્ચા છે. સૂત્રના અનુસાર, આ ફિલ્મમાં રાવણના પાત્રમાં ઋતિક રોશન જોવા મળવાનો છે, જ્યારે રામના પાત્રમાં સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ જોવા મળશે.

પહેલાં આ ફિલ્મમાં સીતાના રોલ માટે દીપિકા પદુકોણનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે રિપોર્ટના અનુસાર, ફિલ્મ મેકર્સ કરીના કપૂરના નામ પર પણ વિચાર કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા આ બન્ને અદાકારાઓમાંથી કોઇ એકને સીતાના પાત્ર માટે સાઇન કરશે.

રિપોર્ટ અનુસાર ફિલ્મ રામાયણની સ્ટારકાસ્ટની સત્તાવાર ઘોષણા કોરોના કાળ પૂરો થતાં જ કરવામાં આવશે. આ પહેલાં આ ફિલ્મનું શૂટિંગ શક્ય નથી. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં રામાયણ અને મહાભારત જેવા પ્રોગ્રામ ટીવી ચેનલ પર ચલાવવામાં આવ્યા હતા જેથી લોકોને ઘરમાં મનોરંજન મળી રહે.

હાલ કોરોનાના કારણે માત્ર એક ફિલ્મ નહી પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રીનું કામ બંધ છે. ફિલ્મ જે પણ શૂટ થઈ રહી છે તેમાં પણ ખુબ તકેદારી રાખીને કામ કરવામાં આવી રહ્યુ છે. હાલ ફિલ્મને લઈને સ્ટારકાસ્ટ ટીમમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. અને ટુંક સમયમાં પોસ્ટર પણ આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular