1. Home
  2. revoinews
  3. લોકડાઉનમાં મસીહા બનનાર સોનુ સૂદને ફરીથી મળશે એવોર્ડ, બોલિવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરવામાં આવશે સન્માન
લોકડાઉનમાં મસીહા બનનાર સોનુ સૂદને ફરીથી મળશે એવોર્ડ, બોલિવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરવામાં આવશે સન્માન

લોકડાઉનમાં મસીહા બનનાર સોનુ સૂદને ફરીથી મળશે એવોર્ડ, બોલિવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરવામાં આવશે સન્માન

0
Social Share
  • અભિનેતા સોનુ સૂદને ફરીથી મળશે એવોર્ડ
  • બોલિવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરાશે સન્માનિત
  • 30 ડિસેમ્બરના રોજ આ એવોર્ડથી નવાજાશે

મુંબઈ: લોકડાઉનમાં પ્રવાસીઓ માટે મસીહા બનીને આવેલા બોલિવુડ એક્ટર સોનુ સૂદ આજે પણ લોકોની મદદ કરવામાં પીછેહઠ થતા નથી. તેમના આ અદભૂત કામની દુનિયાભરના લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ ઉમદા કામ માટે તેમનું સન્માન કરવામાં આવશે. સોનુ સૂદને નોર્વે બોલિવુડ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે. તેને માનવતાવાદી એવોર્ડ 2020 નું સન્માન મળી રહ્યું છે.

સોનુ સૂદને આ એવોર્ડથી 30 ડિસેમ્બરના રોજ નવાજવામાં આવશે. આ વર્ચુઅલ ઇવેન્ટ હશે. લોરેંસકો, ઓસ્લોના મેયર સોનુ સૂદને આ ખાસ એવોર્ડથી સન્માનિત કરશે. સોનુ સૂદે પોતાના ફાયદા-નુકશાન જોયા વિના લોકોની મદદ કરી છે અને કરી રહ્યા છે. તે લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે. જે બાદ તેને આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોનુ સૂદની ફિલ્મ દબંગનો નોર્વે બોલિવુડ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયો હતો. આ ફિલ્મમાં સોનુ સૂદ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે આ ફેસ્ટિવલમાં સોનુનું સન્માન કરવામાં આવશે.

હાલમાં સોનુ સૂદ પર એક પુસ્તક લખાયું છે. સોનુએ કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોની મદદ કરવાના પોતાના અનુભવને યાદ કરતા એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું શીર્ષક છે ‘આઈ એમ નો મસીહા’. પુસ્તક લખતી વખતે સોનુએ આઈએએનએસને કહ્યું કે, “તે ખૂબ જ વિશેષ બન્યું છે, કારણ કે મને ક્યારેય એવું લાગ્યું ન હતું, કે એક દિવસ હું કંઈક કરીશ, જેના પર એક પુસ્તક મારા પર લખવામાં આવશે, જ્યાં હું મારા અનુભવો શેર કરી શકું છું.  હું તે બધી ક્ષણો શેર કરી શકું છું જ્યાં હું સમગ્ર દુનિયાભરના લાખો લોકો સાથે જોડાયો.”

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code