1. Home
  2. revoinews
  3. ઈલેક્શન કમિશન દ્વારા પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સોનુ સુદને પંજાબના સ્ટેટ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા
ઈલેક્શન કમિશન દ્વારા પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સોનુ સુદને પંજાબના સ્ટેટ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા

ઈલેક્શન કમિશન દ્વારા પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સોનુ સુદને પંજાબના સ્ટેટ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા

0
Social Share
  • ચૂંટણી પંચે સોનુ સૂદને આપી ખાસ ભેટ
  • સોનુ સૂદ બન્યા પંજાબ રાજ્યના સ્ટેટ આઇકન
  • સોનુએ માન્યો આભાર
  • સોનુ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહે છે

દિલ્લી: ઈલેક્શન કમિશન દ્વારા સોનુ સૂદને પંજાબના સ્ટેટ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સોનુએ આ સન્માન પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, તે તેના દ્વારા સન્માન અનુભવે છે

સોનૂએ લોકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી હતી. તેઓ સતત બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજુરોની મદદ કરતા હતા. જેથી તેઓ તેમના ઘરે પહોચી શકે.

આ સાથે જ સોનૂએ મજુરો સિવાય કેટલાક અન્ય લોકોની સાથે ફેસ શીલ્ડ, જમવાનું, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની મદદ કરી હતી. થોડા દિવસો પહેલા સોનૂએ કહ્યું હતું કે, તેઓ પોતાની આત્મકથા લઈને આવી રહ્યા છે. જેનું નામ ‘મેં મસીહા નહીં હૂં’ છે.

સોનૂ સુદ હાલમાં જ એક છ વર્ષના બાળકની મદદ માટે આગળ આવ્યો હતો. છ વર્ષના હર્ષવર્ધનનું અપોલો હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સોનૂએ આ બાળકના પરિવારની મદદ કરી હતી. અને ઓપરેશનનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. આ છ વર્ષનું બાળક છ મહિનાની ઉમરથી બીમાર હતું. બાળકના પરિવારે સોનૂનો આભાર વ્યકત કર્યો હતો.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code