એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પોતાના વજનને કારણે થવું પડ્યું હતું ટ્રોલઃ- તેણે કહ્યું હતું કે, ‘હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સાઈઝ જીરો નહી, હીરો બનવા આવી છું’- આજે સુંદર અભિનેત્રીમાં લેવાય નામ
- સોનાક્ષી આજે પોતાનો 33મો જન્મ દિવસ મનાવી રહી છે
- દબંગ ફિલ્મ માટે તેણે 30 કિલો વેઈટ લો, કર્યો હતો
- તેના વજનના કારણે તેણે ટ્રોલ થવું પડ્યું હતું
- આજે સુંદર એક્ટ્રેસમાં થાય છે તેની ગણના
મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજે પોતાનો 33 મો જન્મ દિવસ મનાવી રહી છે,એક સમય હતો કે જ્યારે સોનાક્ષી સિન્હાને પોતાના વજનના કારણે લોકો ખૂબજ ટ્રોલ કરતા હતા. તે બાળપણથી હેલ્ધી હતી ,જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેના વજનને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
તેણે પોતાની પહેલી ફિલ્મ વર્ષ 2010માં દબંગ માટે 30 કિલો વજન ઉતાર્યુ હતું, સોનાક્ષી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે કે, તે ઓનસ્ક્રીન ગ્લેમરસ શૂટ કરવાથી દૂર રહે છે, જ્યારે તે કોઈ પણ ફિલ્મ સાઈન કરે છે ત્યારે આ બાબતનો ખાસ ઉલ્લેખ કોન્ટ્રેક્ટમાં કરી જ લે છે, તે પોતાના આ નિયમને ક્યારેય ભંગ કરતી નથી.આ વાત સોનાક્ષીએ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન પોતે જ કરી હતી.
સોનાક્ષી ક્યારેય અંગ પ્રદર્શનને લઈને પોતાની મર્યાદા ક્રોસ કરતી જોવા મળી નથી, તેણે પોતે જ જણાવ્યું હતું કે, હું ફેમિલિ એન્ટરટેઈન્મેન્ટ વાળી જ ફિલ્મો કરું છું અને આગળ પણ આવી ફિલ્મો જ કરતી રહીશ,તેનું હંમેશા કહેવું છે કે હું બિકીની અને કિંસિંગ સીન નહી કરુ અને મોટે ભાગે તે તેના નિયમને અનેક ફિલ્મોમાં અનુસરતી જોવા પણ મળી છે.
સોનાક્ષી એ મેક્સિમ મેગેઝિનને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, “ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સાઈઝ જીરો નહી, હીરો બનવા આવી છું, આ પરફેક્ટ દુનિયામાં ઘણી કમીઓ છે. પરફેક્ટ બનવાના પ્રયત્ન ન કરો, પોતાની દુનિયામાં સાચા બનો ,બીજાની વાતમાં આવીને પોતાને બદલવાના પ્રયત્ન ન કરો, આત્મવિશ્વાસ રાખો ,જ્યારથી આ ફિલ્મી દુનિયામાં આવી છું ત્યારથી મેં કેટલીક વાતો સ્પષ્ટ કરી દીધી છે, કોઈ ટૂંકા કપડા નહી, કોઈ બિકીની નહી. કોઈ કિસિંગ સીન નહી, મારા પાસે કોઈ આવા રોલ લઈને આવતા નથી અને મારા પાસે કામની પણ કોઈ કમી નથી”
આ ઈન્ટર્વ્યૂમાં સોનાક્ષીએ કહ્યું હતું કે, “મને લાગે છે કે મે તે થિકિંગ તોડ્યું છે કે હિરોહીને પાતળું હોવું જોઈએ,મારા વજનને લઈને કોમેન્ટ કરવા વાળા મારાથી જલે છે અથવા તો તે લોકો પાસે કમ્પ્યૂટર સ્ક્રિનની સામે બેસીને કોમેન્ટ કરવા સિવાય બીજુ કોઈ કામ નથી એમ કહી શકાય, તેણે વધુમાં કહ્યું કે, મને નથી લાગતુ કે ગ્લેમરસ દેખાવવા માટે કપડા ઉતારવા જરુરી છે,જો કોઈ મહિલા માથાથી પગ સુધી ઢંકાયેલ નથી તો એનો મતલબ એ નથી કે તે કોઈને ઈન્વાઈટ કરી રહી છે”
“જો કોઈ એવું વિચારે છે તો કમી છોકરીમાં નહી પરંતુ તેમની પરવરીશમાં છે,જેવા છો તેવા રહો. કમ્ફર્ટેબલ રહો, તમારી બોડી અને પર્સનાલિટી પર શુ શૂટ કરે છે તે ધ્યાન રાખો, દરેક લોકો સોશિયલ મીડિયા પર મને કહે છે કે અમે ખુશ છીએ કે બોલિવૂડમાં તમારા જેવી ફિગર વાળી હિરોહીન પણ છે”, આમ સોનાક્ષીએ પોતાને ટ્રોલ કરનારાઓને મૂંહ તોડ જવાબ આપીને બોલતી બંધ કરી હતી.
સોનાક્ષી પોતાના વજનને લઈને ક્યારેય નિરાશ નથી થઈ, તેને જેવા છે તેવા રહેવું ગમે છે, તે ખોટા દેખાડાથી દૂર રહે છે અને તેને ક્યારેય તેના વજનને લઈને પરેશાની થઈ નથી, જે લોકો તેને ટ્રોલ કરે છે તેને તે સામે જવાબ આપી દે છે.