Site icon Revoi.in

સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય – કોરોના સંકટને કારણે સાતમ-આઠમના પર્વ પર મંદિરો રહેશે બંધ-ભાલકાતીર્થના લાઈવ દર્શન કરાવાશે

Social Share

સમગ્ર દેશમાં કોરોનાના સંકટનો વ્યાપ વધી રહ્યો છે,દિવસેને દિવસે કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે ત્યારે આ સંકટ વચ્ચે રક્ષાબંધનનો તહેવાર ગયો અને હવે ખુબ જ મોટો પર્વ ગણાતો જમ્નાષ્ટમીનો તહેવાર થોડા જ દિવસોમાં આવનાર છે,  ત્યારે સોમનાથ ટ્રસ્ટએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે કૃષ્ણ મંદિર ભાલકાતીર્થ કે જ્યા દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે પરંતું આ વખતે કોરોનાના કારણે જો લોકોની ભીડ જમા થાય તો તે સંક્રમણને વધારી શકે છે,જેથી સોમનાથ ટ્રસ્ટ દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે સોમનાથ ટ્રસ્ટ દ્રારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે,આ નિર્ણય મુજબ તારિખ 10 ઓગસ્ટ 2020 થી લઈને 13 ઓગસ્ટ દરમિયાન સાતમ-આઠમના પવિત્ર પર્વની રજાઓ હોવાથી શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં દર્શાનર્થે આવતા હોય જેને ધ્યાનમાં રાખીને તેમજ સંક્રમણ ન ફેલાય તે તકેદારી સામે પગલા લેતા શ્રી સોમનાથ ટ્રસ્ટના હસ્તકના શ્રી ભાલકાતીર્થ,શ્રી રામ મંદિર,શ્રી લક્ષ્મી નારાયણ મંદિર,શ્રી ગીતા મંદિર બંધ રાખવાના આદેશ બહાર પાડવામાં આવ્યા છે.

આ સાથે જ શ્રી ભાલકાતીર્થના દર્શન તેમજ કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવના દર્શન ટ્રસ્ટની વેબસાઈટ ફેસબુક, ટ્વિટર, યૂૃ-ટ્યૂબ પરથી ભક્તોને લાઈવ કરાવવામાં આવશે, તેથી વિશેષ એ કે પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરના સરકારની ગાઈડલાઈન પ્રમાણે નિયમોના સુચ્ત પાલન સાથે રાબેતા મુજબ દર્શન કરી શકાશે.

સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ જ મૂકાશે, પરંતુ દર્શનાર્થીઓ એ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ટ્રસ્ટની વેબસાઈટ પરથી દર્શન સ્લોટ સમયનું બુંકિંગ કરાવીને આવવાનું રહેશે, આ સાથે જ અહી આવતા તમામે તમામ દર્શનાર્થીઓ એ કોરોના સંકટને કારણે સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા તમામ નિયમોનું અમલીકરણ કરવાનું રહેશે.

સાહીન-