દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સરહદ પણ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. ભારતીય સેના હવે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એલએસી પર તૈનાત રહેશે. બીજી તરફ ભારતીય જવાનો ઠંડીમાં રાહત મળી રહે તે માટે સેના દ્વારા ગરમ વસ્ત્રો, ટેન્ડ અને હીટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ પુરી પાડવામાં આવશે. હાલ આ વસ્તુઓ ફોરવર્ડ પોસ્ટો સુધી પહોંચાડી દેવામાં આવી છે.
ભારતીય આર્મીના એક અધિકારીના જણાવ્યા અનુસાર એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબો ચાલે એ ભારત ઈચ્છતું નથી. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ અત્યારથી અત્યારીઓ શરૂ કરી દીધી છે. ચીન પ્રોટોકોલનું યોગ્ય પાલન કરતું નથી. ભારતની પાસે એવા સ્ટ્રેટેજિક એરલિટ પ્લેટફોર્મ છે, જેનાથી રોડ કનેકિટવિટી કપાઈ જાય તો પણ ભારતીય સેના અને એરફોર્સ મળીને એક–દોઢ કલાકમાં જ દિલ્હીથી લદાખ અને ફોરવર્ડ પોસ્ટો સુધી જરૂરી સામાન અને સૈનિકોને પહોંચાડી શકે છે.
જોકે, આ મહિને રોહતાંગ ટનલનું ઉદ્ધાટન થઈ જશે. 9 હજારથી 12 હજાર ફટ ઉંચાઈ સુધી જવાનોને એકસટ્રીમ કોલ્ડ કલાઈમેટ (ઇસીસી) કલોથિંગ આપવામાં આવી રહ્યાં છે અને 12 હજારથી વધુ ઉંચાઈ પર તૈનાત સૈનિકોને સ્પેશ્યલ કલોથિંગ એન્ડ માઉન્ટેનિયરિંગ ઈકિવપમેન્ટ (એસ.સી.એમ.આઇ.) આપવામાં આવ્યાં છે. એલએસી પર તૈનાત બધા સૈનિકો માટે કલોથિંગ સહિત બધો જરી સામાન પહોંચાડી દેવાયો છે અને રિઝર્વ સ્ટોક પણ મોકલવાનું કામ ચાલુ છે. બધા ટેમ્પરરી શેલ્ટર પણ તૈયાર છે.
ફોરવર્ડ એરિયામાં તૈનાત સૈનિકોને નોર્મલ રાશન ઉપરાંત સ્પેશિયલ રાશન આપવામાં આવે છે. આટલા હાઈ અલ્ટીટ્ટમાં ભૂખ નથી લાગતી, પરંતુ સૈનિકોને પોષણ અને જરૂરી કેલેરી મળતી રહે તેના માટે દરરોજ 72 આઈટમમાંથી તે પોતાને ગમતી વસ્તુ મેળવી શકે છે. સેનાના જવાન સિયાચિન અને સિક્કિમ જેવી ઠંડી જગ્યાઓ પર પહેલેથી તૈનાત છે. એલએસી પર જે એડિશનલ ટ્રૂપ ગઈ છે, તે પણ પહેલેથી આ પ્રકારની જગ્યાઓ પર રહી ચૂકી છે.