ડિજીટલ ટ્રાંજેક્શનના વપરાશમાં નોંધપાત્ર વધારોઃ વર્ષ 2018-19માં 51 ટકા સુધીનો ઉપયોગ વધ્યો
નવી દિલ્હીઃ દેશભરમાં ડિજીટલ ટ્રાંજેક્શનની રફતારમાં વધારો નોંધાયો છે,વર્ષ 2018 થી લઈને વર્ષ 2019માં ડિજીટલ ટ્રાંજેક્શનમાં પાછલા વર્ષ કરતા 51 ટકાનો વધોરો થયેલો જોઈ શકાય છે .આ વધેલી સંખ્યાની ટકાવારી સાથે કુલ ડિજીટલ ટ્રાંજેક્શન 3,133.58 કરોડનો આંકડા વટાવી ચુક્યો છે, સંસદમાં ગુરવારના રોજ સરકારે જણાવ્યું કે ડિજીટલ પેમેન્ટની બાબતમાં સરકારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી રહી.
રાજ્યસભામાં આપવામાં આવેલા લેખિત જવાબમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદએ કહ્યું હતુ કે “ચાલુ વર્ષના પ્રથમ મહિનામાં 30 એપ્રિલ 2019 સુધી 313 કરોડનું ડિજીટલ ટ્રાંજેક્શન કરવામાં આવ્યું છે”,જ્યારે કોઈએ એક સવાલ કર્યો હતો કે શું સરકાર ડિજીટલ ટ્રાંજેક્શનમાં કોઈ સંઘર્ષ કે રુકાવટ કે પછી કઠીનાઈનો સામનો કરી રહી છે? ત્યારે તેના જવાબમાં મંત્રી રવિ પ્રસાદે કહ્યુ કે “નહી, ડિજીટલ પેમેન્ટમાં આવા કોઈજ પ્રકારની કઠીનાઈ કે મુશ્કેલી નથી આવી રહી ઉપરથી લેન-દેનમાં વધારો થયેલો જોઈ શકાય છે ”
પ્રસાદે વધુમાં કહ્યું કે સરકાર ડિજીટલ પેમેન્ટમાં વાધારો કરવા માટે અનેક પગલા ભરી રહી છે તેમણે વધુમામ કહ્યું કે 2018-19માં પાછલા વર્ષની સરખામણીમાં ડિજીટલ ટ્રાંજેક્શનમાં 51 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે જેની સંખ્યા 3,133.58 કરોડને પાર કરી ચુકી છે ત્યારે પાછળના વર્ષની સરખામણીમાં આ આંકડો વધેલો જોઈ શકાય છે .
ત્યારે એક બીજા સવાલના જવાબમાં રવિ શંકર પ્રસાદે કહ્યું છે કે ભીમ એપથી ડિજીટલ ટ્રાંજેક્શન એપ્રિલ 2017માં 31.9 લાખ હતું જે જુન 2019માં વધીને 154.9 લાખ થઈ ગયુ છે, ભીમ અને ભારત ઈંટરફેસ ફોર મની યૂપીઆઈ પર આધારિત નેશનલ પેમેન્ટ્સ કોર્પરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી એક એપ છે.