- કોઑપરેટીવ સોસાયટીની કુલ 237 શાખાઓ ખોલી હતી
- રાજસ્થાનમાં 211 અને ગુજરાતમાં 26 શાખાઓ હતી
- 1 લાખ 46 હજાર 991 લોકોએ કર્યું હતુ રોકાણ
- કુલ રોકાણ 953 કરોડનું હતું
- લોકોના પૈસાથી જલસા કરતો હતો આરોપી
કોઑપરેટીવ સોસાયટીની રચના કરીને લોકોને ઠગવાની ઘટના અવાર નવાર જોવા મળતી હોય છે,ત્યારે આવી જ એક કોઑપરેટીવની સ્થાપના કરીને એક વ્યક્તિએ લોકોના 1 હજાર કરોડ રુપિયા પચાવી પાડ્યા હતા, લૂંટના મામલાનો આરોપી વિક્રમ સિંહની પોલીસે ઘરપકડ કરી છે.
2 કરોડની કારમાં ફરતો વિક્રમ સિંહ કેબમાં બેસીને એસઓજીની ઓફીસ પહોચ્યો હતો,તેના પર એક મોટો આરોપ લગાવાયો છે, વિક્રમે લોકોને વધારે નફાની લાલચ આપીને લોકો પાસે પૈસા ઉઘરાવીને પોતાની બેંકમાં જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ લોકોના રુપિયાથી તે પોતાના મોજ શોખ પુરા કરવા લાગ્યો.
આરોપી વિક્રમ સિંહે રાજસ્થાનમાં સંજીવની કોઑપરેટીવ ક્રેડિટ સોસાયટીની 211 અને ગુજરાતમાં 26 બ્રાંચો ખોલી હતી,આ બન્ને રાજ્યોમાં કુલ મળીને 237 શાખાઓ ખોલીને હજારો લોકોના રુપિયા પોતાની સોસાયટીમાં જમા કરાવ્યા હતા અને પોતે લોકોના પૈસે જલતા કરતા હતો.
રાજસ્થાનના અંદાજે 1 લાખ 46 હજાર 991 રોકાણકારોએ પોતાના પૈસાનું રોકાણ વિક્રમની કૉઓરેટીવ બેંકમાં કર્યું હતું,ત્યાર બાદ સોસાયટી દ્વારા લોકોને મોટા પાયે લોન આપવામાં આવી અનેક જગ્યાઓ પર રાકોણ કરવામાં આવ્યું,આ રીતે લોકોને મોટી મોટી લાલચમાં પહેલા ફસાવવામાં આવ્યા,ત્યાર પછી જ્યારે રોકાણકારોએ પોતાના પૈસા માંગ્યો ત્યારે વિક્રમ પાસે પૈસા નહોતા,પોલીસે આ અંગે તપાસ કરતા ખબર પડી કે ,તેના દ્વારા આપવામાં આવેલી લૉન પણ નકલી હતી અને તેના દરેક ડોક્યૂમેન્ટ્સ પણ નકલી હતા,વિક્રમ નકલી સહી કરીને આ પ્રકારના કામ કરતો હતો,
આ મામલે ફરિયાદ નોંધાતા રાજ્ય સરકારના આદેશ મુજબ તપાસ હાથ ઘરવામાં આવી હતી,તપાસ દરમિયાન વિક્રમના ફર્જી આર્થિક વ્યવહારોનો પરદાફાશ થયો હતો,ત્યારે આ ફ્રોડ અંગેનો ગુનો નોંધી આરોપી વિક્રમની પોલીસે ધરપકડ કરી છે.