મુંબઈ: શુક્રવારે બજેટ રજૂ થયા બાદથી શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાના માહોલને કારણે શેરોમાં રોકાણ કરનારાઓની મિલ્કતોમાં પાચં લાખ કરોડથી વધારેનો ચુનો લાગી ચુક્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ અથવા તો માર્કેટ કેપિટલાઝેશન સોમવારે 11-40 વાગ્યા સુધીમાં ઘટીને 18.43 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું, જે શુક્રવારે કારોબાર શરૂ થવા સુધી 153.58 લાખ કરોડ રૂપિયા હતું.
બીએસઈના 31 શેરોના સૂચકાંક સેન્સેક્સ શુક્રવારે એક ટકો તૂટીઅને ફરીથી સોમવારે તેમાં 870.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 2-24 વાગ્યા સુધીમાં તે દિવસના નિમ્નસ્તરે 38605.48 અંક પર આવી ગયો હતો.
ઈડબી કેપિટલ માર્કેટ્સના રિસર્ચ હેડ એ. કે. પ્રભાકરે કહ્યુ છે કે બજેટમાં કંઈ હતું નહીં અને માર્કેટને તેનાથી કંઈ ફરક પડયો નથી. પરંતુ જ્યારે કેટલાક બદલાવોને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ વધી ગયો, તો માર્કેટને તે અનુકૂળ આવ્યું નથી. બાયબેક અને કેટલાક વર્ષો બાદ પબ્લિક શેરહોલ્ડિંગ્સ વધારવાની યોજનાએ પણ રોકાણકારોનો મૂડ ખરાબ કરી દીધો છે.
વાર્ષિક કરોડોમાં કમાણી કરનારા અતિ ધનાઢય વર્ગ પર ઈન્કમટેક્સ સરચાર્જ વધારીને બજેટ પ્રસ્તાવથી બે હજાર વિદેશી ફંડ્સ પ્રભાવિત થઈ છે. સોમવારે કારોબારી અવધિના પૂર્વાર્ધમાં સેન્સેક્સના મોટા શેરોમાં સામેલ એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, કોટક, મહિન્દ્ર બેંક અને એક્સિસ બેંકમાં કુલ મળીને 400 અંકનો ઘટાડો આવ્યો છે.
વેચવાલીની એવી હવા ચાલી કે હીરો મોટોકોર્પ, પીએનબી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને દિલીપ બિલ્ડકોન જેવી કંપનીઓના શેરોના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો બજાજ ફાઈનાન્સ અને બેંક ઓફ ઈન્ડિયાને વર્ષની બીજો સૌથી મોટો ઘટાડો સહન કરવો પડયો છે. સેમકો સિક્યોરિટીઝના રિસર્ચ હેડ ઉમેશ મહેતાનું કહેવું છે કે દેશની સુસ્ત પડેલી આર્થિક વૃદ્ધિને ફરીથી ગતિ આપવાનો ઉપાય બજેટમાં કરવામાં આવ્યો નથી. તેણે મુખ્યત્વે બજારને આંચકો આપ્યો છે.
બપોરે 3.-09 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 814.60 અંક એટલે કે 2.06 ટકાના ઘટાડા સાથે 38694.62 જ્યારે નિપ્ટી 263.75 અંક એટલે કે 2.23 ટકા તૂટીને 11547.40 અંક પર હતો. જો કે નિફ્ટીનું આજે નિમ્નસ્તર 11523.30 રહ્યું હતું, તેને 2-24 વાગ્યે 247.10 અંકના ઘટાડા સાથે પ્રાપ્ત કર્યું હતું.