1. Home
  2. revoinews
  3. શાહિદ કપૂરના સ્ટેપ ફાધર રાજેશ ખટ્ટર આર્થિગ તંગીમાંથી થઈ રહ્યા છે પસાર- પત્નીએ જણાવી આપવીતી, ‘કોરોનામાં પોતાની બચત પણ ગુમાવવાનો વખત આવ્યો’
શાહિદ કપૂરના સ્ટેપ ફાધર રાજેશ ખટ્ટર આર્થિગ તંગીમાંથી થઈ રહ્યા છે પસાર- પત્નીએ જણાવી આપવીતી, ‘કોરોનામાં પોતાની બચત પણ ગુમાવવાનો વખત આવ્યો’

શાહિદ કપૂરના સ્ટેપ ફાધર રાજેશ ખટ્ટર આર્થિગ તંગીમાંથી થઈ રહ્યા છે પસાર- પત્નીએ જણાવી આપવીતી, ‘કોરોનામાં પોતાની બચત પણ ગુમાવવાનો વખત આવ્યો’

0
Social Share
  • શાહીદ કપૂરના સાવકા પિતા આર્થિગ તંગીમાં સપડાયા
  • કોરોનામાં બચત ખતમ થી ગઈ
  • પત્નીએ જણાવી આપવીતી

મુંબઈઃ- પાછલા વર્ષથી દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે અને અત્યાર સુધી તેનું  આ યુદ્ધ સતત ચાલુ જ છે.જેની અસર મનોરંજન જગત પર જોવા મળી રહી છે, આ વર્ષે, કોરોનાની બીજી તરંગ પહેલા કરતાં વધુ દેશમાં તબાહીનું કારણ બની રહી છે.કેટલાક લોકો અને બોલિવૂડ સ્ટાર્સ પણ આર્થિ સંકટ સામે  ઝઝૂમી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે ટેલિવિઝન અને ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે મનોરંજન જગતના સ્ટાર્સને પણ ભારે ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ હવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ ઇશાન ખટ્ટરની સાવકી માતા અને અભિનેત્રી વંદના સજાનાનીએ પણ ખુલાસો કર્યો છે કે તેમની બધી બચત કોરોનાકાળમાં ખતમ થઈ ગઈ છે અને તેઓ ઘણી મુશ્કેલી માંથી પસાર થઈ રહ્યા છે. વંદનાએ જણાવ્યું છે કે તેણી અને તેના પતિ રાજેશ ખટ્ટરને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તેમની તમામ બચત હોસ્પિટલમાં ખર્ચ કરવામાં આવી છે.

વંદના સજનાનીએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા છે જે ઇશાન ખટ્ટરના પિતા અને શાહિદ કપૂરના સાવકા પિતા છે. તાજેતરમાં વંદનાએ એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં પોતાની સમસ્યાઓ જણાવી હતી. તેણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી તેનો અત્યાર સુધીનો સમય ખૂબ જ ખરાબ રહ્યો છે. વંદનાએ કહ્યું કે, તે હોસ્પિટલના ચક્કર લગાવતા લગાવતા હાલ તેમની  આર્થિક સ્થિતિ કથળી રહેલી જોવા મળે છે.

આ પહેલા રાજેશ ખટ્ટરએ કહ્યું હતું કે, તેના પરિવારના સભ્યો માટે હોસ્પિટલમાં બેડ મેળવવો પણ એ એક દુઃસ્વપ્ન હતું. તે જ સમયે, તેમની પત્ની વંદનાએ જણાવ્યું છે કે તેની પાસે કામ નથી અને હોસ્પિટલમાં જવાના કારણે, તેમણે તેમની બચતનો ઉપયોગ કરવો પડ્યો હતો જેથી જે કઈ બચત હતી તે પણ હવે રહી નથી.

વંદનાએ કહ્યું, ‘છેલ્લી વખત હું હોસ્પિટલમાં હતી ત્યારે મને ખરેખર ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. મને ગયા વર્ષે મેમાં પોસ્ટમોર્ટમ ડિપ્રેસન થયું હતું, તે સમયે લોકડાઉન ટોચ પર હતું. તે સમયથી આજકાલ, કોઈકને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એક કલાકાર તરીકે આપણે ઘણું બચત કરી રહ્યા છીએ, ગયા વર્ષે ફક્ત હોસ્પિટલમાં દાખલ થવામાં અમને ઘણા પૈસા ખર્ચવા પડ્યા હતા. કામ બિલકુલ થયું ન હતું અને જે બચત બચી હતી તે પણ હોસ્પિટલમાં દાખલ થઈ અને બે વર્ષના લોકડાઉનના સમયમાં વપરાઆ જવા પામી છે ‘.

ઉલ્લેખનીય છે કે, રાજેશ ખટ્ટર અને તેમની પત્ની બન્ને કોરોના ગ્રસ્ત થયા હતા તેમની મોટા ભાગની કમાણી હોસ્પિટલમાં ખર્ચાઈ જવા પામી છે,થોડા દિવસોની સારવાર બાદ રાજેશ ખટ્ટર સાજા થઈ ગયા, પરંતુ તેમના પિતાને બચાવી શક્યા નહીં. વંદનાએ કહ્યું, ‘આ વખતે અમને ખૂબ આંચકો લાગ્યો છે અને આપણે ઘણું સહન કર્યું છે’. જણાવી દઈએ કે વંદના પહેલા રાજેશ ખટ્ટરે નીલિમા અજીમ સાથે લગ્ન કર્યા હતા. બંનેને દીકરાઓ ઇશાન ખટ્ટર છે જેણે બોલીવુડમાં પ્રવેશ કર્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code