દેશના પહેલા પૂર્ણકાલિન મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના પહેલા બજેટ બાદ ભારતીય શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આના પહેલા બજેટના ભાષણ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. હાલ સેન્સેક્સ 351.75 એટલે કે 0.88 ટકાના ઘટાડા સાથે 39556.31ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 105.65 અંક એટલે કે 0.88 ટકા ઘટાડા સાથે 1180.35ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
આ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 42.12 એટલે કે 0.11 ટકાના કડાકા સાથે 39865.94ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તો નિફ્ટી પણ 13 અંકના કડકા એટલે 0.11 ટકાના ઘટાડા સાથે 11928.85 સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. આના પહેલા સેન્સેક્સ 145 અંક એટલે કે 0.36 અંકના ઘટાડા સાથે 39763.06ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી 48.80 અંક એટલે કે 0.35 ટકાના ઘટાડા સાથે 11897.95ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતો.
દેશના કેન્દ્રીય બજેટના રજૂ થતા પહેલા ભારતીય શેરબજારની રેકોર્ડ સ્તર પર શરૂઆત થઈ હતી. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 40 હજારના આંકડાને પાર પહોંચ્યો હતો. તો નિફ્ટી પણ 12 હજારના આંકડાની નજીક પહોંચ્યો હતો. કારોબારની શરૂઆત થવાના થોડાક સમયગાળા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સૂચકાંક સેન્સેક્સ 79.23 અંક એટલે કે 0.20 ટકાના ઉછાળા સાથે 39987.29ના સ્તર પર કારોબાર કરતો દેખાયો હતો. તે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીના 50 શેરોના સૂચકાંક 16.70 અંક એટલે કે 0.14 ટકાના ઉછાળા સાથે 11963.80ના સ્તર પર કારોબાર કરતા દેખાયો હતો.
શુક્રવારે શરૂઆતી કારોબારમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, જી એન્ટરટેનમેન્ટ, લાર્સન, ભારતી ઈન્ફ્રાટેલ, કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, પાવર ગ્રિડ કોર્પોરેશન, આયશર મોટર્સ, યુપીએલ અને ડૉ. રેડ્ડીઝ લેબ્સમાં મજબૂતાઈ સાથે કારોબાર જોવા મળ્યો હતો. બીજી તરફ કારોબારની શરૂઆતમાં યસ બેંક, હિંડાલ્કો, ભારતી એરટેલ, વેદાંતા, ટાઈટન કંપની, બીપીસીએલ, આઈઓસી, આઈટીસી, હીરો મોટોકોર્પ,સિપ્લામાં કમજોરી સાથે કારોબાર થયો હતો.
બજેટના એક દિવસ પહેલા ગુરુવારે માર્કેટ બઢતની સાથે લીલા નિશાન પર બંધ થયો હતો. સેન્સેક્સ 68.81 અંકના વધારા સાથે 39908.06ના સ્તર પર બંધ થયો હતો. તો નિપ્ટી 30 અંકોની તેજી સાથે 11946.75ના સ્તર પર બંધ થયો હતો. દેશના શેરબજારો ગુરુવારે મજબૂતાઈ સાથે ખુલ્યા હતા.