એરપોર્ટ પર દિવ્યાંગ વિરાલી મોદી સાથે ગેરવર્તનઃસીનિયર કમાંડરે માંફી માંગી, પરંતુ એટલું યોગ્ય નથી
દિવ્યાંગોના અધિકારો માટે અવાજ ઉઠાવનારી અને દિવ્યાંગો માટે લડત લડનારી વિરાલી મોદી સાથે દિલ્હી એરપોર્ટ પર થયેલા ખરાબ વર્તનને કારણે તેણે સીઆઈએસએફના મુખ્યાલયને પત્ર લખીને ફરીયાદ કરી છે,વિરાલીએ કહ્યું હતું કે,મેં સીઆઈએસએફમાં ફરિયાદ નોંધાવી છે અને દિલ્હીના સીનિયર કમાંડરે મારી પાસે માફી માંગી છે પરંતુ એટલું યોગ્ય નથી,તેમને સાચી ટ્રેનિંગ આપવી જોઈએ, હું લેખિતમાં માફી ઈચ્છુ છુ, સોમવારે દિલ્હી એરપોર્ટ પર તપાસ દરમિયાન વિરાલીએ સીઆઈએસએફની મહિલા કોન્સ્ટેબલ પર હેરાનગતી કરવાનો આરોપ લગાવ્યો હતો. સીઆઈએસએફની મહિલા કોન્સ્ટેબલે દિવ્યાંગ મહિલાને કહ્યું કે નાટક ન કરો અને વ્હીલચેરમાંથી ઊભી થઈજા.
પ્રેરણાદાયી વક્તા અને વિકલાંગોના અધિકાર કાર્યકર વિરાલી મોદીએ કહ્યું કે તે જ્યારે દિલ્હીથી મુંબઇની મુસાફરી કરી રહી હતી ત્યારે તેણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 2006 માં તેને કરોડરજ્જુની ઇજાને કારણે તે લકવાની શિકાર થઈ હતી. તેણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વિમાની મથકો પર તેણે ક્યારેય આવી હેરાનગતીનો સામનો કરવો પડ્યો નથી
દેશના તમામ 60 એરપોર્ટની સુરક્ષા સંભાળનારી સીઆઈએસએફને કરેલી ફરિયાદમાં વિરાલીએ કહ્યું કે “હું છેલ્લા 13 વર્ષથી અપંગ છું. હું ચાલી શકતી નથી અને ઊભી પણ નથી રહી રહી શકતી, હું સોમવારે આઈજીઆઈ એરપોર્ટ, ટર્મિનલ 3થી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી-8723માં યાત્રા કરી રહી હતી, તેણે કહ્યું કે તેની અપંગતાને કારણે, તેણે ચેક ઇન કાઉન્ટર પર પોતાની પર્સનલ વ્હીલચેર આપી જેથી કરીને તે ચેર સામાનની સાથે વિમાનમાં રાખી શકાય”
તેણે કહ્યું કે મને મદદ કરવા માટે એક પોર્ટરની નિમણૂક કરવામાં આવી હતી, જે વિમાનમાં મારી સીટ સુધી મને મૂકવા આવતો હતો. સુરક્ષા તપાસમાં પહોંચ્યા પછી મને તમારી સીઆઈએસએફ સ્ત્રી કર્મચારી દ્વારા જીવનનો સૌથી ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો,તેણે મને બળજબરીથી ઊભુ થવા જણાવ્યું ત્યા સુધી કે, મેં અને મારા પોર્ટરે તેને ઘણી વાર કહ્યું કે હું ઊભી રહી શકતી નથી છતા પમ તેણે મને ઊભા થવા માટે દબાણ કર્યું. મારી અસમર્થતાની પુષ્ટિ કરીને મેં મારો પાસપોર્ટ બતાવ્યો. આ પછી, સીઆઈએસએફના જવાનોએ મારા પર ચીસો પાડવાનું શરૂ કર્યું અને મારી અપંગતા પર નાટક કરવાનો આરોપ લગાવ્યો.
વિરાલીએ વધુમાં કહ્યું કે શું જ રીતે સીઆઈએસએફ પોતાના લોકોને કોઈ અપંગ સાથે આરીતે વ્યવહાર કરતા શિખવાડે છે, અને જો ખરેખર એવું છે તો આપણી સરકાર માટે આ શરમની વાત છે.