1. Home
  2. revoinews
  3. સુરક્ષા દળોએ ટોપ 7 આતંકવાદીઓની યાદી તૈયાર કરી- હવે આતંકીઓની ખેર નથી
સુરક્ષા દળોએ ટોપ 7 આતંકવાદીઓની યાદી તૈયાર કરી- હવે આતંકીઓની ખેર નથી

સુરક્ષા દળોએ ટોપ 7 આતંકવાદીઓની યાદી તૈયાર કરી- હવે આતંકીઓની ખેર નથી

0
Social Share
  • સુરક્ષા દળોએ ટોપ 7 આતંકીઓની યાદી તૈયાર કરી 
  • લશ્કરે -હિઝ્બુલના કમાન્ડ નિશાના પર
  • વર્ષોથી આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલ આ આતંકવાદીઓ હવે રડારમાં

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને નાબૂદ કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.આતંકીઓનો ખાતમો કરીને જમ્મુ-કાશ્મીરને એક નવી દીશા આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ કેટલાક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, ત્યારે હવે સુરક્ષા દળો દ્વારા બીજી યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં સાત આતંકીઓને ટોચ પર રાખવામાં આવ્યા છે,.

આ સાત આતંકીઓના લીસ્ટમાં પ્રથમ નંબર પર અલ બદરનો એ ડબલ પ્લસ કેટગરીનો આતંકી જોવેદ એહમદ મટ્ટૂ છે, જે 28 વર્ષની ઇમરનો છે, આ સાથે જ તેન એકથી વધુ નામ છે જેમાં ફૈસલ, સાહિબ, મૂસૈબ છે, જે વર્ષ 2012થી આતંકીના માર્ગે ચઢ્યો હતો.

આ આતંકીઓમાં બીજા સ્થાન પર આતંકી મોહમ્મદ સલીમ પારીનો સમાનવેશ થાય છે, જેને બિલ્લી તરીકે પણ ઓળખાય છે, બિલ્લા જમ્મુ કાશ્મીરના બાદીપુરા જીલ્લાનો રહેવાસી છે, જે વર્ષ 2017થી આતંકી લાઈનમાં સંકળાયેલો હતો, A++ કેટેગરીનો આતંકી છે.

આ આતંકવાદીઓની લીસ્ટમાં ત્રીજા નંબરે  અશરફ ખાન આવે છે, જે  A++ કેટેગરીમાં સનાવેશ થાય છે, અનંતનાગનો રહેવાસી છે દજે વરપ્ષ 2016થી આતંકીઓ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.

સુરક્ષા સૂત્રો દ્વારા હિઝબુલના આતંકવાદી ફરુક અહમદ ભટ્ટને પણ તેમની યાદીમાં ઉલ્લખએ કરાયો છે,. 2015 માં આતંકના માર્ગ ઉપર આવેલા આ આતંકવાદીને ઓમર અને નલી તરીકે ઓળખવામાં આવે છે, જે કુલગામનો રહેવાસી છે.

આ યાદીમાં પાંચમા નંબર પર આવે છે, હિઝ્બુલનો આતંકવાદી મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ લગભગ આઠ વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. ઉબેદ એક એ ++ કેટેગરીનો આતંકવાદી પણ છે.ત્યાર બાદ અયાઝનો સમાવેશ થાય છે એક પાકિસ્તાની લશ્કરનો કમાન્ડર છે. સુરક્ષા દળોની નજર હવે તેની પર છે. તે અબુ હુરૈરા તરીકે પણ ઓળખાય છે અને તે A ++ કેટેગરીનો આતંકવાદી છે.

આ આતંકીઓની લીસ્ટમાંછેલ્લા અને સાતમાંક્રમે  A++ કેટેગરીનો લશ્કર આતંકવાદી બદર નદીમ ઉર્ફે હાફિઝ છે જે પાકિસ્તાનનો રહેવાસી છે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code