1. Home
  2. revoinews
  3. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

0
Social Share
  • પાકિસ્તાન નાપાક હરકતની ફિરાકમાં
  • રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકો વધાર્યા
  • જમ્મુ-સિયાલકોટ પર પણ નાપાકનો ડોળો

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 અસરહીન કરાયા બાદથી પાકિસ્તાન પોતાની બોખલાહટમાં એક મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાનના વિસ્તારો પાકિસ્તાનના નિશાને છે. સાજિશને પાર પાડવા માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આકા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈન્ટેલિજન્સ બ્યૂરોએ રાજસ્થાનની નજીક બોર્ડર પર પાકિસ્તાની સૈનિકોની વધારાની ટુકડીઓની તેનાતી મામલે સરકારને સાવધાન કરી છે. જણાવવામાં આવ્યું છે કે આર્ટિકલ-370ના હટાવવાની પ્રક્રિયાની ભનક નહીં લાગવાથી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પર કાર્યવાહી કરવાનું ઘણું મોટું દબાણ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા કલમ-370ને અસરહીન કરવાના મોદી સરકારના નિર્ણયની ભનક સુદ્ધાં નહીં પડવાની બાબત આઈએસઆઈની સૌથી મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે.

અધિકારીઓ પ્રમાણે, આઈબીના ઈનપુટથી જમ્મુ અને રાજસ્થાન સેક્ટરો સાથે સંબંધિત સીમા સુરક્ષા દળો અને સેનાને અવગત કરાવી દેવામાં આવ્યા છે. તેમને પાકિસ્તાન આર્મી અને આતંકવાદીઓની કોઈપણ સરપ્રાઈઝ ગતિવિધિથી એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની કોઈપણ હદ સુધી જવાની ધમકીઓ વચ્ચે આ અહેવાલ સામે આવ્યા છે. 7 સપ્ટેમ્બરે ભારતના એનએસએ અજીત ડોભાલે પણ જણાવ્યુ હતુ કે લગભગ 230 આતંકવાદી સીમા પર ઘૂસણખોરીની ફિરાકમાં છે. તેમણે કહ્યુ હતુ કે સેના પાકિસ્તાનના નાપાક મનસૂબાથી કાશ્મીરીઓની સુરક્ષાને લઈને પ્રતિબદ્ધ છે. આઈબી ઈનપુટ પ્રમાણે, પોતાના મનસૂબાને પૂર્ણ કરવા માટે પાકિસ્તાને ચુપચાપ અઝહરને મુક્ત કરી દીધો ચે, જેથી તે અન્ય આતંકવાદીઓ સાથે મળીને આઈએસઆઈની સોપારી પ્રમાણે કામ કરી શકે. પુલવામામાં 1મી ફેબ્રુઆરીના આતંકવાદી હુમલા બાદ મસૂદ અઝહરને કસ્ટડીમાં લેવાના અહેવાલ સામે આવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદની શિબિર પર એરસ્ટ્રાઈખ કરીને તેને બરબાદ કરી દીધી હતી.

2016માં પઠાનકોટ એરબેઝ પર હુમલા સહીત ભારતમાં ઘણાં આતંકવાદી હુમલામાં અઝહર વોન્ટેડ છે. તે એ ચાર આતંકવાદીઓમાં સામેલ છે, કે જેને ચાર સપ્ટેમ્બરે નવા યુએપીએ કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code