NDTV પર SEBIની મોટી કાર્યવાહી, પ્રણય અને રાધિકા રૉય કંપનીમાં નહીં લઈ શકે ટોચનું પદ, સિક્યોરિટીઝ માર્કેટમાં પણ 2 વર્ષની રોક
નવી દિલ્હી: સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબીએ શુક્રવારે એનડીટીવી લિમિટેડના ત્રણ પ્રોમોટર્સને સિક્યોરિટીઝ માર્કેટમાં બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે. આ પ્રમોટર્સમાં પ્રણય રોય, રાધિકા રોય અને આ બંનેની કંપની આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ સામેલ છે.
સેબીએ એનડીટીવીના ચેરમેન પ્રણય રોય અને મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા રોયને બે વર્ષ સુધી કંપનીના નિદેશક મંડળ અથવા ટોચના પ્રબંધનમાં કોઈપણ પ્રકારની ભૂમિકાથી પણ પ્રતિબંધિત કરી દીધા છે. આ બંને હવે કોઈ અન્ય કંપનીના નિદેશક મંડળ અથવા ટોચના પ્રબંધનમાં એક વર્ષ સુધી સામેલ થઈ શકશે નહીં.
સેબીના નિર્ણય પર પ્રણય અને રાધિકા રોયે કહ્યું છે કે સેબીનો આદેશ ખોટા આકલન પર આધારીત છે. તેની સાથે જ બેહદ અસામાન્ય અને અનુચિત દિશામાં આપવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે તેઓ કેટલાક દિવસોમાં આગામી કાયદાકીય પગલા ઉઠવાશે. આ પહેલા સેબીએ કહ્યું હતું કે ત્રણ ઋણ કરારોને લઈને અલ્પાંશ શેરધારકોથી જાણકારી છૂપાવની ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સેબીએ આના માટે પ્રણય રોય, રાધિકા રોય અને આરઆરપીઆર હોલ્ડિંગ્સને ઠપકો પણ આપ્યો છે. આ ત્રણ ઋણ કરારોમાં એક આઈસીઆઈસીઆઈ બેંક સાથે છે, જ્યારે બે અન્ય કરાર બેહદ ઓછી જાણીતી કંપની વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ સાથે છે. થોક વેચાણનો કારોબાર કરનારી કંપની વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 2008માં કરવામાં આવી હતી.
જણાવવામાં આવે છે કે બાદમાં આનો માલિકી અધિકાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નાહટા સમૂહને આપ્યો હતો. નાહટા સમૂહ એ કંપની છે કે જેની પાસેથી મુકેશ અંબાણીએ પુન દૂરસંચાર ક્ષેત્રમાં ઉતરવા માટે 2010માં ઈન્ફોટેલ બ્રોડબેન્ડને ખરીદયુંહતુ. સેબીએ 51 પૃષ્ઠોના પોતાના તાજેતરના આદેશમાં કહ્યું છે કે પ્રણય રોય, રાધિકા રોય અને આરઆરપીઆર હોલ્ડિંગ્સના તમામ નિદેશકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષપણે શેયરોના ખરીદ-વેચાણ કરવા તથા સિક્યોરિટીઝ માર્કેટમાંથી કોઈપણ પ્રકારે જોડાયેલા રહેવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ છે.
સેબીએ કહ્યું છે કે પ્રતિબંધની અવધિ દરમિયાન મ્યૂચુઅલ ફંડ એકમો સહીત તેમના હાલના હોલ્ડિંગ્સ જપ્ત રહેશે. સેબીએ કહ્યું છે કે એનડીટીવીના એક શેરધારક ક્વોન્ટમ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડે 2017માં ફરિયાદો કરી હતી. આરોપ હતો કે વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઈટ લિમિટેડ સાથે ઋણ કરારોને લઈને શેરધારકોને આપવામાં આવતી માહિતીથી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સેબીએ આ ફરિયાદો બાદ તપાસની શરૂઆત કરી હતી.