સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર, પીઓકે-ગિલગિટમાં બે વિધાનસભા બેઠકોની કરી હતી માગણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે 50 હજાર રૂપિયાના દંડ સાથે ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર કરવામાં આવી છે.
અરજીમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા એવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બે બેઠકો એસેમ્બલીની ચૂંટણી માટે ચિન્હિત કરવાની માગણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે આ મામલો કોર્ટ નક્કી કરી શકે નહીં. અરજી રૉના સેવાનિવૃત્ત અધિકારી આર. કે. યાદવે દાખલ કરી હતી.