ચાંદ-સિતારાવાળા લીલા વાવટા લહેરાવાના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: ચાંદ સિતારાવાળા લીલા ઝંડા લહેરાવા પર રોક લગાવવા સાથે સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે.
યુપીના શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આના સંદર્ભે માગણી કરી હતી કે ધ્મના નામ પર ચાંદ-સિતારાવાળા લીલા ઝંડા (પાકિસ્તાન મુસ્લિમ લીગના વાવટા)ને લહેરાવા પર રોક લગાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ આ મામલે પહેલા જ નોટિસ જાહેર કરી ચુકી છે. પંરતુ કેન્દ્ર સરકારે જવાબ દાખલ કર્યો નથી. તેના પછી સુપ્રીમ કોર્ટે જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર સરકારને વધુ બે સપ્તાહનો સમય આપ્યો હતો.
અરજદાર વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી છે કે આવી સંસ્થાઓ, વ્યક્તિઓ અને ધાર્મિક સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કે જેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગવાળા ઝંડા લહેરાવી રહ્યા છે, કારણ કે આ ઈસ્લામિક ઝંડો નથી.