મોઈન કુરૈશી કેસ: રાકેશ અસ્થાના પર લાંચનો આરોપ લગાવનારા સતીષ બાબુની દિલ્હીમાં ધરપકડ
મોઈન કુરૈશી કેસમાં સના સતીષ બાબુની ઈડીએ દિલ્હીથી ધરપકડ કરી છે. સના સતીષ બાબુએ સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રહી ચુકેલા રાકેશ અસ્થાના પર પાંચ કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. આને કારણે સીબીઆઈના તત્કાલિન નિદેશક આલોક વર્માએ અસ્થાના અને અન્યની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી.
રાકેશ અસ્થાનાએ હંમેશા કહ્યુ છે કે સના સતીષ બાબુ મોઈન કુરૈશીના ભ્રષ્ટાચારનો હિસ્સો હતો. હૈદરાબાદના કારોબારી સતીષ બાબુ પર મોઈન કુરૈશી પાસેથી 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. તેનો પ્રભાવીપણે મતલબ છે કે સીવીસી અને પીએમઓ સમક્ષ રાકેશ અસ્થાના દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ ફરિયાદો વાસ્તવિક હતી અને તત્કાલિન ડીસીબીઆઈ આલોક વર્મા અને ભ્રષ્ટાચાર નિરોધક એકમ-3 તેમને એક નકલી ભ્રષ્ટાચારના મામલામાં ફસાવવા માગતા હતા.
મહત્વપૂર્ણ છે કે 15 ઓક્ટોબરે સના સતીષ બાબુ પાસેથી કથિતપણે બે કરોડ રૂપિયા લાંચ લેવાના આરોપમાં રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે માંસના કારોબારી મોઈન કુરૈશીના મામલાને રફા-દફા કરવા માટે બે વચેટિયા મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદ દ્વારા બે કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી. આ મામલામાં મનોજ પ્રસાદને 16 ઓક્ટોબરે એરેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ નવેમ્બર- 2018માં કોર્ટમાંથી તેને જામીન મળી ગઈ હતી.