1. Home
  2. revoinews
  3. બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

0
Social Share
  • સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
  • સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી
  • સલમાન પહેલા ઘણા સ્ટાર્સએ લીધી છે વેક્સીન

મુંબઈ: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળે છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બોલિવુડ એક્ટર સંજય દત્ત અને સલમાન ખાને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. સલમાન ખાને બુધવારે સાંજે પોતાના ચાહકોને માહિતી આપતા એક ટ્વીટ શેર કર્યું હતું.

એક્ટરે ટ્વીટ કર્યું કે,આજે મે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. મુંબઇના બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં જતા એક્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી. તો,અભિનેતાએ ખુદ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લગાવવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી.

સલમાન ખાનના ફિલ્મો વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 13 મે 2021 ના રોજ રીલીઝ થશે. આ માહિતી ખુદ અભિનેતાએ આ ફિલ્મનું નવું પોસ્ટર રીલીઝ કરીને આપી હતી.

રાધે ફિલ્મના પોસ્ટરમાં અભિનેતાનો લૂક તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો. પોસ્ટરમાં સલમાન ખાન ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. તો, પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં હેલિકોપ્ટરો જોવા મળ્યા. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત દિશા પટાણી,રણદીપ હૂડા અને જેકી શ્રોફ પણ છે.

અગાઉ સલમાન ખાન પહેલા બોલિવૂડના ઘણા સ્ટાર્સ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવી ચુક્યા છે.આ સ્ટાર્સમાં ધર્મેન્દ્ર,હેમા માલિની,જોની લિવર,શર્મિલા ટાગોર,રામ્યા કૃષ્ણન,સૈફ અલી ખાન અને બીજા ઘણા લોકો સામેલ છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code