લોકસભાની ચૂંટણી 2019ના સમાપ્ત થયા બાદ ઉમેદવારો હવે સાંસદ થઈ ચુક્યા છે. જીતનું પ્રમાણપત્ર લીધા બાદ શનિવારે તેઓ દેશના અલગ-અલગ સ્થાનો પરથી દિલ્હી પહોંચ્યા છે.
આમા દેશભરમાં સૌથી ચર્ચિત મુકાબલો જીતનાર ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પણ સામેલ છે. તેઓ વ્હીલચેર દ્વારા સંસદની ગેલેરીમાં પહોંચ્યા હતા.
ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોંગ્રેસના કદ્દાવર નેતા દિગ્વિજયસિંહને ત્રણ લાખ 64 હજાર 822 વોટથી હરાવીને મ્હાત આપી છે.
માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ભાજપે ઉમેદવાર ઘોષિત કર્યા, ત્યારથી દિગ્વિજયસિંહ સામેના તેમના મુકાબલાની ખાસી ચર્ચા શરૂ થઈ હતી. શહીદ હેમંત કરકરે અને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર આપવામાં આવેલા નિવેદનોને કારણે સાધ્વી પ્રજ્ઞા વિવાદોમાં આવ્યા હતા.
શનિવારે તેઓ વ્હીલચેરથી સંસદમાં પહોંચ્યા હતા અને અહીં ભાજપના સાંસદોની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો.