સંજય દત્ત, આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ

  • ‘સડક 2’ નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ
  • લવસ્ટોરીમાં ખતરનાક ટ્વિસ્ટ જોવા મળશે
  • 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રિલીઝ

મુંબઈ: જ્યારે એક તરફ બોલિવૂડ અભિનેતા સંજય દત્તના લંગ કેન્સર હોવાના સમાચારોએ બધાને ચિંતામાં મૂકી દીધા છે. તો બીજી તરફ તેની આગામી મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે, આ ટ્રેલરમાં બે ખૂબ જ સરળ લવ સ્ટોરીઝ દેખાડવામાં આવી છે, પરંતુ આ સ્ટોરી એક ખૂબ જ જોખમી ટ્વિસ્ટની ઝલક પણ આપે છે. આ ટ્વિસ્ટની એક ઝલક ભયાનક છે.

આ ટ્રેલરની શરૂઆતમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટની ફિલ્મ ‘સડક’ ની ઝલક દેખાડવામાં આવી છે. ત્યારબાદ શરુ થાય છે કહાની. ફિલ્મમાં સંજય દત્ત અને આલિયા ભટ્ટની મુલાકાતની ઝલક પણ ટ્રેલરમાં દેખાડવામાં આવી છે. ટ્રેલર જોઇને ખબર પડે છે કે સંજય દત્ત તેની પત્ની પૂજા ભટ્ટને આપેલા વચન હેઠળ આલિયાની મદદ કરે છે. આ દરમિયાન, બંને વચ્ચેના સંબંધો વિશે ઘણી વાતચીત થાય છે. ટ્રેલરમાં આદિત્ય રોય કપૂરના પાત્ર વિશે કોઈ વિશેષ જાણકારી આપવામાં આવી નથી. જુઓ અહીં ટ્રેલર..

https://www.youtube.com/watch?v=sVEXTRtHdsc

મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મ 28 ઓગસ્ટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. સંજય દત્ત વિશે એવા અહેવાલો છે કે તે અમેરિકા સારવાર માટે જઇ શકે છે. એવામાં, તેઓ ‘સડક 2’ ના પ્રમોશન પર હાજર રહેશે નહીં.

_Devanshi

RELATED ARTICLES

Most Popular