સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સત્ર
ચીન સાથે એક મોટા ટ્રેડ ડેફિસિટને ચલાવે છે ભારત
નિષ્પક્ષ અને નિર્બાધ બજારનું પરિણામ હોવાનું મંતવ્ય
ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એગ્ઝિબિશનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું છે. તે દરમિયાન તેમણે સિંગાપુર અને ભારતના સંબંધોને રેખાંકીત કર્યા અને કહ્યુ છે કે અમે ત્યારે સાથે આવ્યા હતા, જ્યારે દુનિયા બદલાઈ રહી હતી અને ભારત પણ. સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એક્ઝિબિશનના ઉદ્ઘાટન સત્રમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ કે જ્યારે આપણા (ભારત અને સિંગાપુર) પોતાના સંબંધોને સમકાલિન તબક્કામાં એકસાથે આવ્યા હતા, આ તે સમય હતો જ્યારે દુનિયા બદલાઈ રહી હતી અને ભારત પણ બદલાય રહ્યું હતું. બે પરિવર્તનોની એકબીજા સાથે કંઈ લેવાદેવા ન હતી.
તેમણે આગળ કહ્યુ હતુ કે ભારતમાં તે સમયે ચુકવણીનું સંકટ હતું અને આર્થિક સુધારાઓ પર કામ કરાય રહ્યું હતું. તે પરિસ્થિતિમાં ભારતે સિંગુપુરની દિશા પકડી અને સિંગાપુરે પ્રતિક્રિયા આપી. સિંગાપુર ત્યારથી ભારતના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનેલું છે.
ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે સિંગાપુરમાં કહ્યુ છે કે આપણી વચ્ચે ખૂબ મજબૂત સંરક્ષણ સંબંધો છે. આપણે તાજેતરમાં નૌસૈનિક અભ્યાસોના 25 વર્ષ પૂર્ણ કર્યા છે, જે કોઈપણ દેશ સાથે ભારતની સૌથી લાંબી કવાયત છે. સિંગાપુર રાજનૈતિક, રણનૈતિક અને આર્થિક-વાણિજ્યિક ક્ષેત્રોમાં પણ ભારતની નીતિઓનું કેન્દ્રબિંદુ બની ગયું છે. જે આપણે દ્વિપક્ષીય સંબંધોના સ્વરૂપે શરૂ કર્યું હતું. તે આજે ક્યાંક વધારે થઈ ચુક્યું છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે આગળ કહ્યુ છે કે ચીનની સાથે ભારતના સંબંધો, ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે અમે ચીનની સાથે એક મોટા ટ્રેડ-ડેફિસિટને ચલાવીએ છીએ, જે અમને લાગે છે કે નિષ્પક્ષ અને નિર્બાધ બજારનું પરિણામ છે.