- ભારતને 2020માં પહેલી એસ-400 સિસ્ટમ મળી જશે
- રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવનું નિવેદન
- બ્રોડકાસ્ટર રોસિયા-1ને બોરીસોવે આપી માહિતી
રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવે રવિવારે કહ્યુ છે કે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ભારતને નિર્ધારીત સમય પર આપી દેવામાં આવશે. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1ને જણાવ્યુ છે કે ભારત તરફથી ચુકવણી કરી દેવામાં આવી છે. 18થી 19 માસમાં આને ભારતને સોંપી દેવામાં આવશે.
ગત વર્ષ 5 ઓક્ટોબરે ડિફેન્સ સિસ્ટમ માટે દિલ્હીમાં ભારત-રશિયાની વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં આ ડીલ કરવામાં આવી હતી. ભારતે તેના માટે રશિયા સાથે 5.43 અબજ ડોલર એટલે કે 38 હજાર 933 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ગત મહીને વિદેશ પ્રધાન એસ. જયશંકર પોતાના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવને મળવા મોસ્કો પહોંચ્યા હતા. તે સમયે રશિયાની ફેડરલ સર્વિસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે ભારત સાથે એસ-400ના એડવાન્સ પેમેન્ટનો મુદ્દો ઉકેલી લેવામાં આવ્યો છે.
રશિયાની સંરક્ષણ સહયોગ એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર વ્લાદિમીર દ્રોઝોવે જુલાઈમાં કહ્યુ હતુ કે જો રશિયાને 2019ના આખર સુધીમાં એડવાન્સ પેમેન્ટ મળી જાય છે, તો 2020 સુધી ભારતને પહેલી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સોંપણી કરી દેવામાં આવશે.
એસ-400 મિસાઈલ સિસ્ટમ, એસ-300 એપડેટેડ઼ વર્ઝન છે. તે 400 કિલોમીટરના વિસ્તારમાં આવનારી મિસાઈલો અને પાંચમી પેઢીના યુદ્ધવિમાનોનો પણ ખાત્મો કરી દેશે. એસ-400 ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારે મિસાઈલ શીલ્ડનું કામ કરશે. જે પાકિસ્તાન અને ચીનની એટમિક ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલોથી ભારતને સુરક્ષા આપશે. આ સિસ્ટમ એક વખતમાં 72 મિસાઈલો લોન્ચ કરી શકે છે. આ સિસ્ટમ અમેરિકાના સૌથી એડવાન્સ્ડ ફાઈટર જેટ એફ-35ને પણ તોડી પાડવા માટે સક્ષમ છે. 36 પરમાણુ ક્ષમતાવાળી મિસાઈલોને એકસાથે નષ્ટ કરી શકે છે. ચીન બાદ આ ડિફેન્સ સિસ્ટમ ખરીદનાર ભારત બીજો દેશ છે.