- રશિયાની કોરોના વેક્સિનનું પરિક્ષણ ભારતના 100 લોકો પર થશે
- વેક્સિનને બીજા તબક્કાના પરિક્ષણ માટે મળી મંજુરી
- ડીજીસીઆઈએ ફાર્માસ્યુટિકલ કંપની ડો.રેડ્ડીની લેબને આ માટે મંજુરી આપી
કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અનેક દેશ વેક્સિન વિકસાવવાની હોળમાંમ લાગ્યા છે,આજે સૌ કોઈ વેક્સિનની રાહ જોઈ રહ્યું છે .જોત જોતામાં કોરોનાની ઉત્પતીને પણ એક વર્ષ થવા આવ્યું છે,અનેક વેક્સિન પર હાલ કાર્ય ચાલી રહ્યું છે જો કે એ કહેવું મુશ્કેલ છે કે વેક્સિન ક્યા સુધીમાં આવશે અને કઈ રીતે તેને લોકો સુધી પહોચાડી શકાશે.
હવે ભારતે રશિયન સ્પુટનિક વી વેક્સિનના પરીક્ષણની મંજૂરી આપી દીધી હતી. જનરલ કંટ્રોલર ઓફ ઇન્ડિયન મેડિસિન (ડીજીસીઆઈ) એ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, હવે કોરોના સામે રશિયન સ્પુટનિક વીની વેક્સિનનું પરીક્ષણ ભારતમાં 100 સ્વયંસેવકો પર કરવામાં આવશે.
ડીજીસીઆઈએ ફાર્માસ્યુટિકલ કંપની ડો.રેડ્ડીની પ્રયોગશાળાઓને આ પરીક્ષણ કરવા મંજૂરી આપવામાં આવી ચૂકી. જો કે, વેક્સિનના તારીખ અને સમય અંગે કંપની દ્વારા કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત કરાવામાં આવી નથી
સ્પુટનિકે સંગઠનના હવાલાથી જણાવ્યું કે, કોરોના વેક્સિનનો ડોઝ પતા પહેલા બે તબક્કે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. ગયા અઠવાડિયે ડીજીસીઆઈની નિષ્ણાત સમિતિએ ડોક્ટર રેડ્ડીની પ્રયોગશાળાઓને ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કા માટેની પરવાનગીની ભલામણ કરી હતી.
સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ડો,રેડ્ડીની લેબએ કહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કામાં 100 સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવશે,જ્યારે ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં આ સંખ્યા 1400 થઈ શકે છે.
ત્યારે ફરી હવે આ કંપની વેક્સિનના બીજા તબક્કાની સુરક્ષા અને ઈમ્યુનિટીઝ ડેટા રજુ કરશે,જેનુ વિશ્લેષણ નિષ્ણાંતો થકી કરવામાં આવશે ત્યાર બાદ આ વેક્સિન ત્રીજા ચરણ માટે આગળ પહોચશેં.
ઉલ્લેખનીય છે કે, ડો, રેડ્ડીઝ લેબ ઓફ ઇન્ડિયાએ સ્પુટનિક વી વેક્સિનના ક્લિનિકલ પરીક્ષણો તેમજ તેના વિતરણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) સાથે ભાગીદારી કરી છે.
સાહીન-