- રશિયાના રાષ્ટ્રપતિનો દાવો-કોરોનાની સફળ વેક્સિન બનાવી
- આ રસીનો ડોઝ પુત્રીને પણ આપ્યો-પુતિન
- મેગળવારના રોજ એલાન કરીને આ વાતની જાણકારી આપી
- કોરોનાની સફળ વેક્સિન રશિયાના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટએ વિકસાવી
કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દુનિયાની નજર હાલ તો રશિયાની વેક્સિન પર અટકેલી છે, રશિયાએ દાવો કર્યો છે કે,દેશ એ પ્રથમ કોરોનાની વેક્સિન બનાવી લીધી છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનએ મંગળવારના રોજ એલાન કર્યું છે કે, તેમના દેશ એ કોરોના વાયરસની પ્રથમ રસી બનાવી લીધી છે,પુતિન એ આ બાબતે દાવો કર્યો છે કે,આ વિશ્વની પ્રથમ સફળ કોરોના વેક્સિન છે,જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ પરવાનગી મળી ચૂકી છે, આ સાથે જ પુતિને જણાવ્યું કે આ વેક્સિનનો ડોઝ તેમની પુત્રીને પણ આપવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી AFP ની જાણકારી મુજબ ,આ વેક્સિનને મોસ્કોના ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટએ વિકસાવી છે, મંગળવારના રોજ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા આ વેક્સિનને સફળ કરાર આપવામાં આવ્યો છે, આ સાથે જ દેશના રાષ્ટ્રપતિએ દાવો પણ કર્યો છે કે,રશિયામાં ખુબ જ જલ્દી આ વેક્સિનનું પ્રોડક્શન શરુ કરવામાં આવશે જેમાં મોટા પ્રમાણમાં વેક્સિનના ડોઝ બનાવાશે.
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે,તેમની પુત્રીને પણ તેનો ડોઝ આપવામાં આવ્યો છે,જેના તાવનું પ્રમાણ શરુઆતમાં 38 ડિગ્રી હતું,આ રસી આપ્યા બાદ તેમાં વધારો થયો પરંતુ તરત તેનું પ્રમાણ નોર્મલ થવા લાગ્યું, આ સાથે જ તેમનું કહેવું છે કે,કેટલાક લોકોને આ રસીના ડોઝ આપ્યા પછી તેમની અંદર કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે,વિશ્વમાં આ સમયે અનેક દેશો કોરોનાની વેક્સિન બનાવવાની બાબતમાં લાગ્યા છે, કેટલીક રસીઓનું પરિક્ષણ ચાલી રહ્યું છે, WHOના જણાવ્યા અનુસાર 100 થી પણ વધુ કોરોનાની વેક્સિન બનાવવા પર કામ ચાલી રહ્યું છે,વેક્સિન બાનાવનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, ઈઝરાયલ, ચીન, રશિયા અને ભારત જેવા દેશો સામેલ છે,ભારતમાં કોરોનાની વેક્સિન હાલ હ્યુમન ટ્રાયલના તબક્કામાં છે,જે વેક્સિન બનાવવાનો બીજો તબક્કો છે.
જો રશિયાની આ વેક્સિનને WHO તરફથી મંજુરી મળશે તો સમગ્ર વિશ્વ માટે આ એક સારા સમાચાર કોરોના સંકટ માટે સાબિત થશે,જેના થકી કોરોના મહામનારી પર કાબુ મેળવવું સરળ બનશે,વિશ્વના લોકો કોરોનામાંથી છૂટકારો મેળવી શકશે.
સાહીન-