- 23 ઓક્ટોબેર ભુવનેશ્વરમાં આરએસએસની પ્રતિનિધિસભાની બેઠક
- સંઘ અને આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓ થશે સામેલ
- પ્રતિનિધિસભામાં મહત્વના મુદ્દાઓ પર થશે મંથન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાની આગામી બેઠક 23 ઓક્ટોબરે ભુવનેશ્વર ખાતે યોજાશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી, સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, ડૉ. મનમોહન વૈદ્ય અને સુરેશ સોની સહીતના તમામ મોટા પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થશે.
આરએસએસની પ્રતિનિધિસભામાં ભાજપના કાર્યાધ્યક્ષ જે. પી. નડ્ડા, ભાજપના મહાસચિવ રામ માધવ, સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ, સહ-સંગઠન મહામંત્રી વી. સતીષ, સૌદાન સિંહ અને શિવપ્રકાશ પણ સામેલ થવાના છે.
આ બેઠકમાં દેશની પ્રવર્તમાન રાજનીતિ અને સમસામાયિક વિષયો પર ચર્ચા થશે. તેમા મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ સહીત દિલ્હી વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા થવાની સંભાવના છે.