નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત બીજી વખત એનડીએની સરકાર બની છે. આજથી નવી સરકારના કાર્યકાળ દરમિયાન પહેલું સંસદીય સત્ર પણ શરૂ થયું છે. આ સરકારના નવા ગૃહ પ્રધાન અમિત શાહને સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકવાળો રૂમ નંબર 8 ફાળવવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂમ નંબર-10માં બેસે છે અને રૂમ નંબર- 9 તેમનો કોન્ફરન્સ રૂમ છે. તેની બાજુવાળો રૂમ નંબર-8 અમિત શાહને ફાળવવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે ગત કાર્યકાળમાં અમિત શાહ પહેલા આ રૂમમાં સંસદીય સચિવ બેસતા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને રૂમ નંબર-12, રૂમ નંબર-12મા રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને રૂમ નંબર – 11 વડાપ્રધાન કાર્યાલય છે.
આ સિવાય રૂમ નંબર 44 નીતિન ગડકરીને આપવામાં આવ્યો છે. આ રૂમ પહેલા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળ્યો હતો અને અરુણ જેટલીનો રૂમ નંબર 27 થાવરચંદ ગહલોતને ફાળવવામાં આવ્યો છે. તેઓ રાજ્યસભામાં ગૃહના નેતા છે. આ વખતે અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજે ચૂંટણી લડી ન હતી. માટે તેમના રૂમ અન્ય પ્રધાનોને ફાળવવામાં આવ્યા છે. જેટલી હાલ રાજ્યસભાના સાંસદ છે.