- સુશઆંતના એકાઉન્ટમાંથી 15 કરોડ ગાયબ કરવાનો આરોપ રિયા પર
- હવે આ અંગે ઈડી કરશા તપાસ
- રીયા ચક્રવતી ,સુશાંતની ગર્લફ્રેન્ડ હતી
સુશાંતએ કરેલી આત્મહત્યાને લઈને સમગ્ર બોલિવૂડ જગત તથા તેના ચાહકવર્ગમાં અનેક સવાલો ઉત્પન્ન થયા છે,ત્યારે હાલ તો બિહાર પોલીસ સુશાંતના કેસમાં વ્યસ્ત છે,બિહાર પોલીસ આ અંગે જીણવટભરી તપાસ માટે મુંબઈ પોલીસના પણ સતત સંપર્કમાં છે,તો બીજી તરફ સુશાંતની બહેન મીતૂ સિંહ અને તેના મિત્ર કૃષ્ણા શેટ્ટીનું નિવેદન પણ લેવામાં આવી ચૂક્યું છે,સુશાંતના ચાહકો તથા તેના મિત્રો આ સમગ્ર બાબત અંગે સીબીઆઈ તપાસની માંગણી સતત કરી રહ્યા છે.આ સાથે જ એક ચાહકે હાઈકોર્ટમાં પણ સીબીઆઈ તપાસ અંગે અરજી કરી હતી.
ઈડી એ માંગી સુશાંતની એફઆરઆઈની યાદી
પ્રવર્તન નિદેશાલયએ સુશાંત સિહં રાજપૂત કેસમાં એફઆરઆઈની સમગ્ર જાણકારી માંગી છે,ઈડી એ 15 કરોડ રુપિયાની ઇઠાંતરીને લઈને પણ માહિતી માંગી છે,મળતી માહિતી મુજબ,ઈડી એ બિહાર પોલીસને આ બાબતે એક ખાસ પત્ર લખ્યો છે,ઈડી એ બિહારની પોલીસ પાસે એકાઉન્ટ સંબંઘીત ડિટેલની માંગણી કરી છે.
ઉલ્લેખવનીય છે કે,સુશાંતના પિતાએ બિહાર પોલીસમાં કરેલી ફરીયાદમાં એમ કહ્યું હતું કે,રિયા ચક્રવતીની નજર તેના પૈસા પર હતી,સુંશાંતના પિતાજીએ રિયા પર આરોપ લગાવ્યો છે કે,સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ તેના એકાઉન્ટમાંથી 15 કરોડ રુપિયાની હેરફેર કરવામાં આવી હતી.
સુપ્રિમકોર્ટ એ સીબીઆઈ તપાસ માંગની અરજી ફગાવી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી રહી છે,આ બાબતે સુપ્રીમ કોર્ચટમાં પણ અરજી કરવામાં આવી હતી જો કે આ અરજી કોર્ટચ દ્રારા ફગાવામાં આવી છે,અને કોર્ટએ કહ્યું કે પોલીસને તેનુ કામ કરવા દો,અરજી કરનાર અલખ પ્રિયાના આ કેસ સાથે કોી સંબંધ નથી,કોર્ટએ આ અરજીકરનારને મુંબઈ હાઈકોર્ટનો રસ્તો દેખાડ્યો હતો.
સુશઆંતની બહેનનું નિવેદન
બિહાર પોલીસે સુશઆતંની બહેન અને તેના મિત્રનું બયાન લીધુ છે,તેની બહેનનું કહેવું છે કે,રિયા એ સુશઆંત પર સમગ્ર રીતે કંટ્રોલ કર્યુ હતું,ભૂત પ્રેતની કહાનીઓ સંભળાવીને તકેની પાસે ઘર પણ ચેન્જ કરાવી લીધુ હતું,હવે બિહાર પોલીસ સુશાંતના બેંકખાતા તપાસવાની દીશામાં આગળ વધી છે,તે સાથે જ જ્ય.ા સુશાંતનો ઈલાજ ચાલતો હતો તે તમામ ડોકટર્સની પૂછતાછ પણ કરશે.
આ સમગ્ર મામલે હવે પોલીસ ખુબ જ જીણવટભરી તપાસ કરી રહી છે,અનેક લોકોનું કહેવું છે કે સુશાંતએ આત્મહત્યા નથી કરી પરંતુ તેનુ પ્લાનેડ મર્ડર થયું છે,અનેક લોકોએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટેની અપીલ પણ કરી છે.ત્યારે હવે આ 15 કરોડની હેરફેર મામલે ઈડી આગળની દીશામામ તપાસ હાથ ધરશે.
સાહીન-