- દેશમાં વધી રહ્યું છે ફરી કોરોનાનું જોખમ
- 24 કલાકમાં 55 હજાર 700થી વધુ કેસ નોંધાયા
- એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખથી વધુ
- અત્યાર સુધી 1 લાખ 14 હજાર લોકોએ ગુમાવ્યા જીવ
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે દેશમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એ વાત જુદી છે કે છેલ્લા મહિનાઓની સરખામણીમાં ભારતમાં કેસનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ તેનો અર્થ એ નથી કે કોરોનાનું સંક્રમણ તદ્દન ઓછું જોવા મળે છે.
છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 579 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે, આ સાથે જ 55722 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, માત્ર દિલ્હીમાં જ 3 હજાર 200 થી વધુ કેસ નોંધાયા છે.જેમાં 28 લોકો મોતને ભેટ્યા છે.
અત્યાર સુધી કોરોનાથી દેશમાં કુલ 1 લાખ 14 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અત્યાર સુધી કુલ 75 લાખથી વધુ લોકોને કોરોનાના સંક્રમણ થઈ ચૂક્યું છે,દેશમાં હાલ 7 લાખથી પણ વધુ એક્સિટવ કેસો જોવા મળી રહ્યા છે ,તેના સામે 66 લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.
દેશના 22 જેટલા રાજ્યોમાં 20 હજારથી વધુ એક્ટિવ કેસો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતના 22 જેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 20 હજારથી વધુ કેસ એક્ટિવ જોવા મળે છે,જેમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જ 50 હજારથી વધુ એક્સિટવ કેસ જોવા મળી રહ્યા છે.
કુલ 9 કરોડથી વધુ લોકોના કોરોના ટેસ્ટ થયા
આઈસીએમઆર ના જણાવ્યા અનુસાર 18 ઓક્ટોબર સુધી કોરોનાના માટે કુલ 9 કરોડ 50 લાખ 83 હજારથી વધુ પરિક્ષણ કરવામાં આવી ચૂક્યા છે જેમાં 8 લાખ 59થી વધુ લોકોનું પરિક્ષણ માત્ર રવિવારના એક જ દિવસમાં થઈ ચૂક્યું છે.
છેલ્લા 24 કલાકમાં હરિયાણામાં એક પણ મોત નહી
જો હરિયાણા રાજ્યની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં એક પણ મોત થયુ નથી, રવિવારના રોજ અહી કોરોનાના 952 દર્દીઓ નવા નોંધાયા હતા અત્યાર સુધી અહી 1600 થી વધુ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે, કુલ કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 50 હજારથી વધુ છે,જેમાં હાલ 10 હજારથી વધુ એક્ટિવ કેસો જોવા મળએ છે,જેમાં 92.21 ટકા સાજા થનારા લોકોનો રેટ જોવા મળી રહ્યો છે, મૃત્યુ દર અહી 1.09 ટકા જ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધુ
- મહારાષ્ટ્રમાં રવિવારના રોજ કોરોનાના 9 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા
- કુલ કેસનો આકંડો હવે 15 લાખ 95 હજારને પાર કરી ચૂક્યો છે,
- સ્વાસ્થ વિભાગ એ આપેલા એક નિવેદનમાં કહ્યું કે, વધુ 150 કોરોના દર્દીઓના મોતથી મૃત્યુઆંક 42 હજાર 115 થઈ ચૂક્યો છે,
- એક દિવસમાં કુલ 11 હજારથી વધુ દર્દીઓ સ્વાસ્થ થયા છે,
- કુલ 13 લાખ 69 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે
- હાલ 1 લાખ 82 હજાર 900 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે
શિયાળાની ઋતુમાં સંક્રમણ ફેલાવવાનો ભય વધુ છે – ડો.વી,કે પોલ
નીતી આયોગના સભ્ય વી.કે. પોલે રવિવારે કહ્યું હતું કે, દેશમાં કોરોનાની બીજી લહેરની શક્યતાઓ સેવાઈ રહી છે. નિષ્ણાત સમિતિના અહેવાલ પ્રમાણે, ઠંડીમાં કોરોનાનું ઇન્ફેક્શન વધી શકે છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અને મૃત્યુના નવા કેસોમાં ઘટાડો થયો છે અને મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ શિયાળાની ઋતુમાં સંક્રમણની બીજી ભરતી થવાની સંભાવનાને નકારી ન હતી. પોલ મહામારી સામે લડવાનું કામ કરતી નિષ્ણાત પેનલના પ્રમુખ પણ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના નવા કેસો અને તેનાથી થતાં મૃત્યુમાં છેલ્લા 3 અઠવાડિયામાં ઘટાડો થયેલો જોઈ શકાય છે અને મોટાભાગના રાજ્યોમાં સંક્રમણનો ફેલાવો સ્થિર થયેલો જોવા મળી રહ્યો છે. જોકે, પાંચ રાજ્યો જેમાં કેરળ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગ અને પશ્ચિમ બંગાળમાં હજુ પણ સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાની બીજી તરંગના સવાલ પર તેમણે કહ્યું કે, ‘અમે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી તરંગને નકારી શકતા નથી.
સાહીન-