હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પણ મળશે ઇન્ટરનેટ અને કોલિંગની સુવિધા, રિલાયન્સ જિઓએ આ કંપની સાથે કર્યા કરાર
- જિઓની ધમાકેદાર સર્વિસ
- પેનાસોનિક એવિયોનિક્સ કોર્પોરેશનના એકમ એરોમોબાઈલ સાથે કર્યો કરાર
- ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મળશે કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધા
મુંબઈ: રિલાયન્સ જિઓએ પેનાસોનિક એવિયોનિક્સ કોર્પોરેશનના એકમ એરોમોબાઈલ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ ભારતમાં પહેલી ઇન-ફ્લાઇટ મોબાઇલ કનેક્ટિવિટી સર્વિસ શરૂ કરવામાં આવશે, જે જિઓપોસ્ટપેડ પ્લસ યુઝર્સ માટે માન્ય રહેશે. જિઓએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ફ્લાઇટ સર્વિસ સાથે વિદેશ જતા ભારતીય મુસાફરોને ફ્લાઇટ દરમિયાન પણ વોઇસ અને ડેટા સર્વિસ મેળવવાનો અધિકાર મળશે. આ સાથે જ આ તમામ તેઓને ખૂબ જ સસ્તા દરે મળશે.
જિઓના આ ફ્લાઇટ પોસ્ટપેડ પ્લાન 499, 699 અને 999 રૂપિયા છે. આમાંની 24 કલાકની માન્યતા રહેશે. આ માન્યતા ફ્લાઇટ દરમિયાન પ્રથમ કોલ લેવાની સાથે શરૂ થશે. તેમાં 100 મિનિટ આઉટગોઇંગ કોલ, 100 એસએમએસ અને ક્રમશઃ 250 એમબી, 500 એમબી અને 1 જીબી સુધીનો ડેટા મળશે. આ ભાગીદારી હેઠળ આવનારા પાર્ટનર એરલાઇન એમિરેટ્સ, ઇતિહાદ એરવેઝ, લુંફ્તાસા, વર્જિન એટલાન્ટિક, એગર લિંગુસ, એર સર્બિયા, એલિટાલિયા અને કૈથે પેસિફિક છે.
1 કરોડને પાર થઇ મુસાફરોની સંખ્યા
અનલોક બાદ દેશમાં વિમાન મુસાફરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 25 મેના રોજ દેશમાં ફ્લાઇટ ઓપરેશન શરૂ થયા પછી, હવે એક કરોડથી વધુ લોકો ઘરેલું ફ્લાઇટ્ લઈ ચુક્યા છે. 24 સપ્ટેમ્બર સુધીમાં કુલ બહાર જનારા સ્થાનિક મુસાફરોની સંખ્યા 1,19,702 હતી જ્યારે આવનાર મુસાફરોની સંખ્યા 1,21,126 રહી છે.
આ દરમિયાન કુલ પ્રસ્થાન 1,393 હતી જ્યારે આગમનની સંખ્યા 1,394 હતી.એક જ દિવસમાં દેશના તમામ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા 2,40,828 હતી. 25 મેથી એક લાખથી વધુ સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે 25 માર્ચથી 25 મે સુધી ઘરેલુ એરલાઇન્સ પર પ્રતિબંધ હતો.
_Devanshi