1. Home
  2. revoinews
  3. વિજય રૂપાણી સતત ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

વિજય રૂપાણી સતત ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

0
  • ગુજરાતના CM વિજય રૂપાણી 7 ઑગસ્ટે કાર્યકાળના 4 વર્ષ કરશે પૂર્ણ
  • ગુજરાતના CM તરીકે સળંગ 4 વર્ષ પૂર્ણ કરનારા રાજ્યના પાંચમાં મુખ્યમંત્રી
  • તેઓ 7 ઑગસ્ટ 2016થી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળી રહ્યા છે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઑગસ્ટના રોજ એટલે કે આજે મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે.

જો ગુજરાતના દરેક મુખ્યમંત્રીના કાર્યકાળ અંગે વાત કરીએ તો, 1 મે 1960થી અત્યારસુધી ગુજરાત કુલ 16 મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ 16માંથી માત્ર ચાર મુખ્યમંત્રી જ એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂર્ણ કરી શક્યા છે.

આ ચાર મુખ્યમંત્રીઓએ સતત ચાર વર્ષ કર્યા પૂર્ણ

  • હિતેન્દ્ર દેસાઇ (3 એપ્રિલ 1967થી 12મે 1971 (4 વર્ષ 1 મહિના 9 દિવસ)
  • માધવસિંહ સોલંકી (7 જૂન 1980થી 10 માર્ચ 1985 (4 વર્ષ 9 મહિના 3 દિવસ)
  • અમરસિંહ ચૌધરી (6 જુલાઇ 1985થી 9 ડિસેમ્બર 1989 (4 વર્ષ 5 મહિના 3 દિવસ)
  • નરેન્દ્ર મોદી (22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 (11 વર્ષ 5 મહિના)

ગુજરાતના અન્ય મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઑગસ્ટ 2016 સુધી કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના કાર્યકાળની ગણતરી કરીએ તો તે કુલ 2 વર્ષ 77 દિવસ થાય છે. આનંદીબહેન પટેલ બાદ વિજય રૂપાણી 7 ઑગસ્ટ 2016 થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code